પીજીમાં રહેતા હોવ તો આ ભૂલ ન કરતા, અમદાવાદમાં યુવકોને રાતોરાત ફ્લેટ ખાલી કરાવ્યો

PG In Ahmedabad : અમદાવાદના બોપલ વિસ્તારમાં એક પીજીના યુવકે અન્ય ફ્લેટના યુવતીને મેસેજ કર્યો હતો.... ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ ફ્લેટના તમામ યુવકોને માર માર્યો 
 

પીજીમાં રહેતા હોવ તો આ ભૂલ ન કરતા, અમદાવાદમાં યુવકોને રાતોરાત ફ્લેટ ખાલી કરાવ્યો

Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : હરણફાળ ભરતું શહેર અમદાવાદ હવે મેગા સિટી બની રહ્યું છે. અહીં ઉદ્યોગ ધંધા વિકસતા હવે નોકરીનો અઢળક તકો મળી રહે છે. આ જ કારણે હવે ગુજરાતના અન્ય શહેરોમાંથી અને અન્ય રાજ્યોમાંથી નોકરી માટે અમદાવાદમાં લોકો આવી રહ્યાં છે. આ લોકો માટે અમદાવાદમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેવા ઢગલાબંધ ઓપ્શન છે. ત્યારે અમદાવાદનો પશ્ચિમ બોપલ વિસ્તારના એક ફ્લેટમાં પીજીમાં રહેતા યુવકોને રહીશો દ્વારા માર માર્યાનો વીડિયો સામે આવ્યો છે. 

સાઉથ બોપલના રાજવી એમ્ર્લ્ડ ફ્લેટમાં 5 જુલાઈના રોજ બનેલો આ બનાવ છે. બોપલના એક ફ્લેટના રહીશોએ પીજીમાં રહેતા યુવકોને બિભત્સ ગાળો બોલી લાફા ઝીંકયા હતા. ફ્લેટના રહીશોએ રાતોરાજ પીજીમાં રહેલા લોકોને ફ્લેટમાંથી બહાર હાંકી કાઢ્યા હતા. જેની માહિતી એવી હતી કે, ફ્લેટમાં એક પીજીમાં રહેતા યુવકે ફ્લેટની છોકરીને મેસેજ કર્યો હતો. ત્યારે આ વાતને લઈને રહીશો ગુસ્સે થયા હતા. જેછી મેસેજ કરનાર યુવકને ફ્લેટના રહીશોએ ઢોર માર માર્યો હતો.

સ્થાનિકોએ મેસેજ કરનાર યુવક અને તેની સાથે ફ્લટેમાં રહેતા અન્ય યુવકોને માર માર્યો હતો. ફ્લેટમાં અન્ય પીજીમાં રહેતા 4 થી 5 યુવકનો કોઈ કારણ વગર માર માર્યો હતો. જેથી ડરના માર્યે યુવકો અમદાવાદ છોડી પોતાના ઘરે જતા રહ્યા હતા. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, ફ્લેટના રહીશો બેઝબોલ જેવા હથિયાર લઈને આવ્યા હતા, અને યુવકોને ફટકાર્યા હતા. 

આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. પરંતું ભોગ બનાર યુવકો અમદાવાદ બહારના હોવાનું સામે આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news