Corona એ પીએમ મોદીનું સપનું વેરવિખેર કર્યું!, હવે આટલા વર્ષ જોવી પડશે રાહ

5 trillion dollar economy: વૈશ્વિક સ્તર પર કામ કરતી એક નાણાકીય સંસ્થાનું કહેવું છે કે ભારતને કોવિડ 19 મહામારીના કારણે પેદા થયેલા સંકટોના કારણે દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું મહત્વકાંક્ષી લક્ષ્ય મેળવવામાં ત્રણ વર્ષનું મોડું થઈ શકે છે અને આ  લક્ષ્ય હવે 2031-32 સુધી જ હાંસલ થઈ શકે છે. આ સંકટના કારણે દેશની જીડીપી ગત વર્ષની સરખામણીમાં 15.7 ટકા પહેલેથી ઘટી ચૂકી છે. ભારત હાલ દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. 
Corona એ પીએમ મોદીનું સપનું વેરવિખેર કર્યું!, હવે આટલા વર્ષ જોવી પડશે રાહ

નવી દિલ્હી: 5 trillion dollar economy: વૈશ્વિક સ્તર પર કામ કરતી એક નાણાકીય સંસ્થાનું કહેવું છે કે ભારતને કોવિડ 19 મહામારીના કારણે પેદા થયેલા સંકટોના કારણે દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું મહત્વકાંક્ષી લક્ષ્ય મેળવવામાં ત્રણ વર્ષનું મોડું થઈ શકે છે અને આ  લક્ષ્ય હવે 2031-32 સુધી જ હાંસલ થઈ શકે છે. આ સંકટના કારણે દેશની જીડીપી ગત વર્ષની સરખામણીમાં 15.7 ટકા પહેલેથી ઘટી ચૂકી છે. ભારત હાલ દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. 

બેન્ક ઓફ અમેરિકા સિક્યુરિટીઝ (બોફા)એ સોમવારે એક રિપોર્ટમાં કહ્યું કે 'મહામારીના કારણે ઉત્પન્ન થયેલા સંકટને જોતા અમારું અનુમાન છે કે ભારતની અર્થવ્યવસ્થા 2031-32 સુધીમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે. જો ભારતનો વૃદ્ધિ દર 9 ટકા રહે છે તો તે 2031 સુધીમાં (અમેરિકી ડોલરમાં) જાપાનના બજાર મૂલ્ય પર આકલિત જીડીપીની બરાબરી કરી લેશે અને જો વૃદ્ધિ 10 ટકા રહેશે તો ભારતને 2020માં આ સ્થિતિ મળી શકશે.'

રિપોર્ટમાં જો કે ને તો ઘરેલુ અર્થવ્યવસ્થા અને ન તો જાપાનની અર્થવ્યવસ્થાનો આકાર જણાવવામાં આવ્યો છે. આમ તો 2019-20 માં ભારતની અર્થવ્યવસ્થા 2650 અબજ ડોલરની હતી જ્યારે જાપાનની અર્થવ્યવસ્થા 2020માં 4870 અબજ ડોલરની હતી. રિપોર્ટ મુજબ આ આકલન વાસ્તવિક આધાર પર 6 ટકા વૃદ્ધિ, 5 ટકા Inflation અને રૂપિયાના વિનિમય દરમાં 2 ટકાના ઘટાડાની માન્યતા પર આધારિત છે. 

આ અગાઉ બોફાએ 2017માં એવું અનુમાન કર્યું હતું કે ભારત 2027-28 સુધીમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ હશે. આ અનુમાન જનસંખ્યા સંબંધી લાભ, નાણાકીય પરિપકવતામાં વૃદ્ધિ અને મોટા બજારના ઉભરવા જેવી માન્યતાઓ પર આધારિત હતો. સોમવારે બહાર પડેલા રિપોર્ટમાં બોફાના અર્થશાસ્ત્રીઓએ કહ્યું કે ત્રણેય તત્વો હવે મજબૂત થઈ રહ્યા છે. 

આ ઉપરાંત અન્ય બે ઉત્પ્રેરક તત્વ છે જે સંરચનાત્મક ફેરફારનું સમર્થન કરી રહ્યા છે. જેમાંથી એક આરબીઆઈ દ્વારા લગભગ આઠ વર્ષમાં વિદેશી મુદ્રા ભંડારનો ઉપયુક્ત સ્તર મેળવવાનો છે. તેનાથી વૈશ્વિક આંચકાથી અર્થવ્યવસ્થાના જોખમને ઓછું કરી રૂપિયાને સ્થિર કરવામાં મદદ મળવી જોઈએ. આ સાથે નરમ નીતિથી વાસ્તવિક વ્યાજ દર નીચે આવ્યો છે જે 2016થી અર્થવ્યવસ્થાની વૃદ્ધિને પ્રભાવિત કરી રહ્યા હતો. 

રિપોર્ટ મુજબ સતત વૃદ્ધિના રસ્તામાં એકમાત્ર મુખ્ય જોખમ ઓઈલના ભાવ છે ખાસ કરીને ત્યારે કે જ્યારે તે 100 ડોલર પ્રતિ બેરલ પહોંચી જાય છે. તેમાં કહેવાયું છે કે 'વાસ્તવમાં અમારો વાસ્તવિક વૃદ્ધિ દર 6 ટકાનું અનુમાન 2014થી જ થઈ રહેલા સરેરાશ 6.5 ટકા વૃદ્ધિ અને 7 ટકાની સંભાવનાના અમારા અનુમાનથી નીચે છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news