Inspirational Story: શાળા છોડી 10 વર્ષની ઉંમરે પોતાની કંપની ઊભી કરી CEO બની ગયો આ ટચૂકડો બાળક, જબરદસ્ત છે કમાણી
10 વર્ષના બાળક પાસેથી માતા પિતા શું અપેક્ષા રાખે? એ જ કે તે શાળાએ જાય અને બરાબર મન દઈને ભણે. પરંતુ પંજાબના જલંધરના મધ્યવર્ગના પરિવારમાં એક એવા બાળકે જન્મ લીધો જેણે કઈંક અલગ એવું કર્યું કે દુનિયા તેની કાયલ થઈ ગઈ.
Trending Photos
10 વર્ષના બાળક પાસેથી માતા પિતા શું અપેક્ષા રાખે? એ જ કે તે શાળાએ જાય અને બરાબર મન દઈને ભણે. પરંતુ પંજાબના જલંધરના મધ્યવર્ગના પરિવારમાં એક એવા બાળકે જન્મ લીધો, જેણે કઈંક અલગ એવું કર્યું કે દુનિયા તેની કાયલ થઈ ગઈ. તમામ કોશિશો કરવા છતાં આ બાળકનું ભણવામાં મન નહતું લાગતું પરંતુ તે કોમ્પ્યુટર પાછળ એટલો પાગલ હતો કે તેને બીજા કોઈ વિષયો ગમતા જ નહતા.
આ 10 વર્ષના બાળકે પછી તો કોમ્પ્યુટરની દુનિયાને જ પોતાની દુનિયા બનાવી લીધી. એવો માસ્ટર બનવા લાગ્યો કે 8માં ધોરણમાં આવતા આવતા તો તેણે જાત જાતના સોફ્ટવેર પર કામ કરવાનું, એનિમેશન, વેબ ડિઝાઈનિંગ, ટેક સિક્યુરિટી અને એથિકલ હેકિંગ જેવા કૌશલ્યો શીખવામાં પોતાની જાતને ખૂંપી દીધી. માત્ર 10 વર્ષની ઉંમરે આ બાળકે પોતાની કંપની ઊભી કરી દીધી.
10 વર્ષના બાળકે કંપની સ્થાપી
આ 10 વર્ષનો બાળક એટલે Innowebs Tech ના CEO તનિશ મિત્તલ. ઈન્ડિયા ટાઈમ્સ હિન્દી સાથે વાતચીતમાં તનિશના પિતા નિતિને જણાવ્યું કે સાત નવેમ્બર 2005માં જન્મેલો તનિશ શરૂઆતથી જ અન્ય બાળકો કરતા અલગ હતો. તેઓ પોતે કોમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએટ હતા. આથી તેમના ગુણ પુત્રમાં આવતા વધુ સમય ન લાગ્યો. નિતિન જ્યારે પણ ઘરેથી કોમ્પ્યુટર પર કામ કરતા ત્યારે તનિશ તેમને ખુબ ધ્યાન દઈને જોતો હતો.
પુત્રનો રસ જોઈને નિતિને તેને માત્ર 6 વર્ષની ઉંમરમાં કોમ્પ્યુટરના પાઠ ભણાવવા માંડ્યા. પછી તો બાળક રમકડાં સાથે નહીં પણ કિબોર્ડ સાથે રમવા લાગ્યો. 9 વર્ષનો થતા તો તનિશને ઈન્ટરનેટની સારી એવી સમજણ આવી ગઈ. ઘરે બેસીને જ ઈન્ટરનેટની મદદથી એનીમેશન, ઓડિયો, વીડિયો એડિટિંગ, ફોટોશોપ, એનીમેશન, અને ડિઝાઈનિંગ જેવા અનેક કામ કરવા લાગ્યો.
શાળાને કરી અલવિદા
તનિશના પિતાએ જણાવ્યું કે તે બાળકની પ્રતિભા દુનિયા સામે લાવવા માંગતા હતા આથી તેમણે સાથ આપ્યો અને તેના રસનું સન્માન કર્યું. એટલે સુધી કે તેમણે તનિશના શાળા છોડવાના નિર્ણયને પણ સહમતિ આપી. પિતા નીતિનના જણાવ્યાં મુજબ તનિશે 8માં ધોરણ બાદ હંમેશા માટે શાળાને અલવિદા કરી. જો કે પુત્રની શરૂઆત તો સારી થઈ પણ આગળની સફર સરળ નહતી.
કારણ કે પુત્રને પ્રોફેશનલ તૈયારી કરવા માટે કોઈ પણ સંસ્થા પોતાના ત્યાં પ્રવેશ આપવા તૈયાર નહતી. જેમ તેમ કરીને એક ખાનગી સંસ્થા વાત કરવા તૈયાર થઈ પણ તનિશની ઉંમર જોઈને ના પાડી દીધી. પરંતુ જ્યારે તેમણે તનિશનો ટેસ્ટ લીધો તો જોયું કે તેને તો કોર્સના અડધા કરતા વધુ સિલેબસ અંગે પહેલેથી જ ખબર હતી. તનિશથી પ્રભાવિત થઈને આખરે સંસ્થાએ પ્રવેશ આપી દીધો અને તે પ્રોફેશનલ ડિપ્લોમા મેળવવામાં સફળ રહ્યો.
ત્યારબાદ તો તનિશને ટેક ઈન્ડસ્ટ્રીના અનેક તજજ્ઞોનો સાથ મળ્યો અને કહાની આગળ વધી. તનિશના પિતાના જણાવ્યાં મુજબ તનિશે પોતાના શહેરના અનેક સાયન્સ ઈવેન્ટ્સમાં ભાગ લીધો જેનો તેને ફાયદો મળ્યો. આજે પોતાની મહેનતના દમ પર તનિશે પોતાની કંપની ઊભી કરી છે. તેની કંપની Web Development, Cloud Based Software Development, Animation, Visual Effects, અને Cyber Security & Training જેવી સેવાઓ આપે છે.
તનિશે છેલ્લા પાંચ વર્ષમાં ખુબ પ્રગતિ કરી છે. અનેક મંચો પરથી તેને સન્માનિત કરાયો છે. સ્કિલ ડેવલપમેન્ટ કંપની ડિયૂસોફ્ટે તેને એક સેમિનાર દરમિયાન યંગેસ્ટ આંતરપ્રિન્યોરના એવોર્ડથી પણ સન્માનિત કર્યો છે. એ જ રીતે પેજ 3 એક્સેલન્સ એવોર્ડ જેવા અનેક સન્માન મળ્યા છે. તનિશ પણ પોતાની સફળતાથી ખુશ છે અને કહે છે કે જ્યારે તમારું ઝૂનૂન તમારો વ્યવસાય બની જાય છે ત્યારે જીવન સરળ અને આનંદદાયક બની જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે