કંપનીએ કરી 1 પર 1 બોનસ શેર આપવાની જાહેરાત, રોકેટ બન્યો સ્ટોક, 168% વધી ગયો ભાવ
Bonus Share 2023: એક વર્ષમાં આ શેરમાં લગભગ 168 ટકાનો વધારો થયો છે. હવે કંપનીએ પોતાના શેરહોલ્ડર્સ માટે 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે.
Trending Photos
Bonus Share 2023: સનરાઇઝ એફિશિએન્ટ માર્કેટિંગ શેર તે મલ્ટીબેગર સ્ટોકમાંથી એક છે જેણે છેલ્લા એક વર્ષમાં શાનદાર રિટર્ન આપ્યું છે. સોમવારે કારોબાર દરમિયાન આસ્ટોક લગભગ 88 રૂપિયા (19 ઓગસ્ટ 2022ની બંધ કિંમત) થી વધી 235.50 રૂપિયા પ્રતિ શેર પહોંચી ગયો. એક વર્ષમાં આ સ્ટોકે લગભગ 168 ટકાનું રિટર્ન આપ્યું છે. હવે કંપનીએ પોતાના શેરધારકો માટે 1:1 ના રેશિયોમાં બોનસ શેરની જાહેરાત કરી છે.
બોનસ શેર વિગત
સ્મોલ-કેપ કંપનીએ 1:1 રેશિયોમાં બોનસ શેરની જાહેરાત કરી છે. તેનો મતલબ છે કે કંપની એક સ્ટોક રાખવા માટે પાત્ર શેરધારકને એક શેર એક્સ્ટ્રા આપશે. મલ્ટીબેગર સ્ટોક માત્ર બીએસઈ પર ટ્રેડિંગ માટે ઉપલબ્ધ છે. તેનું માર્કેટ કેપ 118 કરોડ છે અને વર્તમાન ટ્રેડ વોલ્યૂમ 9000 છે. આ શેરની 52 સપ્તાહની ઉચ્ચ સપાટી 310 છે, જ્યારે 52 સપ્તાહનું નિચલું સ્તર 109 રૂપિયા પ્રતિ શેર છે.
આજે 3 ટકાનો વધારો
સનરાઇઝ એફિશિએન્ટ માર્કેટિંગના શેર આજે સોમવારે લગભગ 3.36 ટકાના વધારા સાથે 235.50 રૂપિયા પર પહોંચી ગયા હતા. YTD માં આ શેર 36.80 ટકા વધી ગયો છે. પાછલા વર્ષમાં તેમાં 82.21 ટકાનો વધારો જોવા મળ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે