Exit Poll 2019 ના પરિણામોથી બજાર ખુશ, Sensex માં 900 અને Nifty માં 300 પોઇન્ટની તેજી
લગભગ બધા એક્ઝિટ પોલમાં ફરી એકવાર ભાજપ-એનડીએને ભારે જીત અને મોદી સરકાર બનવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ પોલ બાદ એ વાતની પુરી સંભાવના હતી કે શેર બજારમાં ભારે ઉછાળો આવશે. સોમવારે કારોબારની શરૂઆતમાં સેંસેક્સમાં 900 પોઇન્ટ અને નિફ્ટીમાં 300 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. જાણકારોનું માનીએ તો કેંદ્વમાં સ્થિર સરકાર બનવાની સંભાવના જોઇને શેર બજાર તેની ખુશી મનાવશે. ભાજપના પૂર્ણ બહુમત પ્રાપ્ત કરવાની સંભાવનાથી બજારમાં ઉત્સાહ વધી જશે.
Trending Photos
મુંબઇ: લગભગ બધા એક્ઝિટ પોલમાં ફરી એકવાર ભાજપ-એનડીએને ભારે જીત અને મોદી સરકાર બનવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ પોલ બાદ એ વાતની પુરી સંભાવના હતી કે શેર બજારમાં ભારે ઉછાળો આવશે. સોમવારે કારોબારની શરૂઆતમાં સેંસેક્સમાં 900 પોઇન્ટ અને નિફ્ટીમાં 300 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. જાણકારોનું માનીએ તો કેંદ્વમાં સ્થિર સરકાર બનવાની સંભાવના જોઇને શેર બજાર તેની ખુશી મનાવશે. ભાજપના પૂર્ણ બહુમત પ્રાપ્ત કરવાની સંભાવનાથી બજારમાં ઉત્સાહ વધી જશે.
રવિવારે આવેલા એઝિટ પોલની અસર સોમવારે ખુલેલા શેરબજાર પર સ્પષ્ટ જોવા મળી રહી છે. બજારની ઓપનિંગ શાનદાર બિઝનેસ સાથે થઇ હતી. મુંબઇ સ્ટોક એક્સચેંજના સંવેદી ઇન્ડેક્સ સેંસેક્સ 300 પોઇન્ટની બઢત સાથે ખૂલ્યો. સેંસેક્સમાં 2.03 ટકાની તેજી નોંધાઇ. સવારે નવ વાગે ઇન્ડેક્સ 38,701 પોઇન્ટ પર પહોંચી ગયો. પરંતુ તેની થોડીવાર પછી બજારમાં 900 પોઇન્ટનો ઉછાળો આવ્યો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ નિફ્ટીમાં પણ સારો બિઝનેસ જોવા મળ્યો. 244 પોઇન્ટની બઢત સાથે નિફ્ટી 11,651ના સ્તર પર પહોંચી ગયો.
સ્ટોક માર્કેટની સાથે-સાથે રૂપિયામાં પણ તેજી નોંધાઇ છે. સોમવારે ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો 69.49ના સ્તર પર પહોંચી ગયો. ગત અઠવાડિયે આ 70.22ના સ્તર પર હતો. બજાર ખુલતાં જ બધા સેક્ટર્સમાં લગભગ 3 ટકાની તેજી નોંધાઇ હતી.
રિટેલ રિસર્ચના હેડ દીપક જસાનીએ કહ્યું 'મોટાભાગના એક્ઝિટ પોલે લોકસભાની ચૂંટણીમાં સારા માર્જિન સાથે એનડીએની જીતનું અનુમાન લગાવ્યું છે. ગત કેટલાક દિવસોમાં બજારમાં તેના કેટલીક હદે તો સંકેત જોવા મળી રહ્યા હતા. ભાજપે પોતાના દમ પર બહુમત પ્રાપ્ત કરે છે તો તેના બજાર અને ઉત્સાહિત થશે.
જોકે શેર બજારના રોકાણકારોને પણ એ ખબર છે કે મોટાભાગના એક્ઝિટ પોલ ખોટા પડે છે. જસાની કહે છે કે બજાર એક મજબૂત સરકાર જોવા માંગે છે, પરંતુ લોકો 23 મે સુધી સાચા પરિણામોની રાહ જોવા માંગે છે. જસાનીએ કહ્યું કે ગત બે ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામો વાસ્તવિક પરિણામોની અનુરૂપ રહ્યા છે, એટલા માટે બજાર ઉત્સાહિત તો છે, પરંતુ ખૂબ ઉત્સાહિત નથી.
સૈમકો સિક્યૂરિટીઝ એન્ડ સ્ટોકનોટના ફાઉન્ડર તથા સીઇઓ જિમીત મોદીએ કહ્યું કે 'આ સતર્કતા બાદ પણ શેર બજારમાં ખૂબ ઉત્સાહ છે અને રોકાણકારોને આ અઠવાડિયે જોરદાર કારોબાર જોઇ શકાય છે. આ અઠવાડિયું વર્ષનું સૌથી ઘટનાપ્રધાન અઠવાડિયું હશે, જેમાં સૌની નજર શેરોના ક્વોટ પર નહી 'વોટ ક્વોટ' પર હશે.
અઠવાડિયાની શરૂઆતમાં સોમવારે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન અને ટાટા મોટર્સ ગત વર્ષની ચોથી ત્રિમાસિકના પોતાના પરિણામો જાહેર કરવાની છે. ત્યારબાદ મંગળવારે કેટલીક કંપનીઓના પરિણામ આવી શકે છે. સિપ્લા અને ઇંડ્સઇંડ બેંકની ચોથી ત્રિમાસિકના પરિણામો બુધવારે આવશે. ગ્રાસિમ ઇંડસ્ટ્રીઝના પરિણામો શુક્રવારે આવશે. બીજી તરફ અમેરિકા-ચીન વ્યાપારિક તણાવની દિશામાં પ્રગતિ પર બજાર જોવા મળશે. જાપાનમાં જીડીપીના આંકડા સોમવારે જાહેર થઇ શકે છે અને અમેરિકા કેંદ્વીય બેંકની બેઠકની મિનિટ બુધવારે જાહેર થનાર છે.
તમને જણાવી દઇએ કે ગત અઠવાડિયે બોમ્બે શેર બજારનો સેંસેક્સ 467.78 પોઇન્ટ એટલે કે 1.24 ટકા વધ્યો. શુક્રવારે સેંસેક્સ 537.29 પોઇન્ટ એટલે કે 1.44 ટકાના ફાયદાથી 3730 પોઇન્ટ પર પહોંચી ગયો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 150.05 પોઇન્ટ અથવા 1.33 ટકાની બઢત સાથે 11,407 પોઇન્ટ પર બંધ થયો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે