શેરબજારમાં મિશ્ર પ્રતિસાદ, સેંસેક્સ 15 પોઈન્ટ મજબૂત, નિફ્ટી 10,600ને પાર
PSU બેંક, મેટલ, મીડિયા, FMCG, ઓટો અને કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ શેરોમાં દબાણ જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી 0.25 ટકાના ઘટાડા સાથે 26,308ના સ્તર પર ટ્રેંડ કરી રહ્યો છે.
Trending Photos
મુંબઇ: મંગળવારે શેર માર્કેટમાં મિશ્ર પ્રતિસાદ સાથે વેપારની શરૂઆત થઇ. બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઇ)ના 31 શેરોનો સેંસેક્સ 40.69 પોઈન્ટ (0.12%)ની મજબૂતી સાથે 35,394.77 પર ખૂલ્યો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના 50 શેરનો સંવેદી ઇન્ડેક્સ નિફ્ટી 7.15 પોઈન્ટ (0.07%) તૂટીને 10,621.45 પર ખૂલ્યો. 9:27 વાગે સેંસેક્સના 20 શેર લાલ નિશાન પર હતા જ્યારે શેરોમાં વધારો જોવા મળ્યો અને એક શેરનો ભાવ સ્થિર રહ્યો. તો નિફ્ટી પર 33 શેર તૂટી ગયા 16 શેરોમાં મજબૂતી જોવા મળી અને એક શેરના ભાવ કોઇ ફેરફાર થયો નહી.
મિડકૈપ શેરમાં સામાન્ય બઢત
બીએસઇના મિડકેપ ઇંડેક્સ સપાટ જોવા મળી રહ્યો છે, જ્યારે નિફ્ટીના મિડકૈપ 100 ઇંડેક્સમાં 0.1 ટકાની સામાન્ય બઢત જોવા મળી રહી છે. બીએસઇનો સ્મોલકૈપ ઇંડેક્સ 0.1 ટકા વધી રહ્યો છે. હાલ બીએસઈના 30 શેરોવાળા મુખ્ય સેંસેક્સ 32 પોઈન્ટના ઘટાડા સાથે 35,321ના સ્તર પર ટ્રેંડ કરી રહ્યો છે. તો બીજી તરફ એનએસઇનો 50 શેરવાળો મુખ્ય ઇંડેક્સ નિફ્ટી 14 પોઈન્ટની નબળાઇ સાથે 10,613ના સ્તર પર ટ્રેંડ કરી રહ્યો છે.
આઇટી અને ફાર્મામાં ખરીદી
PSU બેંક, મેટલ, મીડિયા, FMCG, ઓટો અને કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ શેરોમાં દબાણ જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી 0.25 ટકાના ઘટાડા સાથે 26,308ના સ્તર પર ટ્રેંડ કરી રહ્યો છે. જોકે આઇટી અને ફાર્મા શેરોમાં સારી ખરીદી જોવા મળી રહી છે.
કયા શેર વધ્યા, કયા ઘટ્યા
દિગ્ગજ શેરોમાં JSW સ્ટીલ, જી એંટરટેનમેંટ, વેદાંતા, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, બજાજ ઓટો, એશિયન પેંટ્સ અને અદાણી પોર્ટ્સ 2.6-1 ટકા ઘટ્યા હતા. તો બીજી તરફ ઇંફોસિસ, ટેક મહિંદ્વા, સન ફાર્મા, ડો રેડ્ડીઝ, યસ બેંક, કોલ ઇંડિયા અને વિપ્રો 2.2-07 ટકા વધ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે