તેજી સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 77 અને નિફ્ટીમાં 20 પોઈન્ટનો ઉછાળો
Trending Photos
શેર બજાર મંગળવારે ગ્રીન નિશાન પર બંધ થયું. સેન્સેક્સ 77.01 પોઈન્ટ (0.21%) અને નિફ્ટી 20.35 પોઈન્ટ (0.19%)ની તેજી સાથે ક્રમશ 36,347.08 અને 10,908.70 પર બંધ થયું.
દુનિયાભરના શેર બજારમાં વેચાવલીની વચ્ચે બેકિંગ, ઇંફોર્મેશન ટેક્નોલોજી, રિયલ્ટી અને એફએમસીજી કંપનીઓના શેરોમાં ઘટાડાથી બોમ્બે સ્ટોક એક્સચેંજનો સેન્સેક્સ મંગળવારે શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ સુસ્ત જોવા મળી રહી છે. BSEની 31 કંપનીઓના શેર પર આધારિત સંવેદી ઈન્ડક્સ -163.16 પોઈન્ટના ઘટાડા સાથે 36,106.91 પર ખૂલ્યો હતો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE)ના 50 કંપનીઓના શેરો પર આધારિત સંવેદી ઈન્ડેક્સ NIFTY -46.40પોઈન્ટના ઘટાડા સાથે 10,841.95 પર ખુલ્યો હતો.
દિગ્ગજ શેરોની સાથે મિડકૈપ અને સ્મોલકૈપ શેરોમાં પણ નબળાઇ જોવા મળી છે. બીએસઇ મિડકૈપ ઈન્ડેક્સ 0.3 ટકા અને સ્મોલકૈપ ઈન્ડેક્સ 0.2 ટકાની નબળાઇ સાથે ટ્રેંડ કરી રહ્યો છે. જોકે ઓઈલ એન્ડ ગેસ શેરોમાં ખરીદી જોવા મળી રહી છે જેના લીધે બીએસઇનો ઓઇલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 0.1 ટકાનો વધારો જોવા મળ્યો છે.
ગત પાંચ સત્રોમાં સેન્સેક્સ 1,310 પોઈન્ટ ચઢ્યો હતો. આ પ્રકારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ શરૂઆત દૌરમાં 47.50 પોઈન્ટ એટલે કે 0.44 ટકા ઘટીને 10,840.85 પર આવી ગયો.
બ્રોકરોએ કહ્યું કે વૈશ્વિક વૃદ્ધિ નબળી રહેતાં રોકાણકારોની ચિંતાઓના લીધે અમેરિકાના વોલ સ્ટ્રીલમાં ભારે ઘટાડા વચ્ચે એશિયાઇ બજારોમાં પણ ઘટાડાનું વલણ રહ્યું તેની અસર ઘરેલૂ શેર બજાર પર જોવા મળી. આ ઉપરાંત તાજેતરમાં જ તેજી બાદ થયેલા નફાથી પણ રોકાણકારોની ધારણા પ્રભાવિત થઇ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે