Stock Market Update: સેન્સેક્સ-નિફ્ટી બંને લાલ નિશાન સાથે ખુલ્યા, પણ LIC ના શેરમાં જોવા મળી તેજી

Stock Market Updates: વૈશ્વિક બજારમાંથી મળી રહેલા મિક્સ સંકેત વચ્ચે આજે અઠવાડિયાના પહેલા દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. 4 જુલાઈના રોજ સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન સાથે ખુલ્યા.

Stock Market Update: સેન્સેક્સ-નિફ્ટી બંને લાલ નિશાન સાથે ખુલ્યા, પણ LIC ના શેરમાં જોવા મળી તેજી

Stock Market Updates: વૈશ્વિક બજારમાંથી મળી રહેલા મિક્સ સંકેત વચ્ચે આજે અઠવાડિયાના પહેલા દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. 4 જુલાઈના રોજ સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન સાથે ખુલ્યા. સેન્સેક્સ 56.26 અંક એટલે કે 0.11 ટકા ગગડીને 52,851.67 પર ખુલ્યો. જ્યારે નિફ્ટી 41.55 અંક એટલે કે 0.26 ટકા ગગડીને 15,710.50 અંક પર ખુલ્યો. 

જો કે બજાર ખુલ્યા બાદ થોડીવારમાં જ શેર બજારમાં ઉતાર ચઢાવનો દોર શરૂ થઈ ગયો અને સેન્સેક્સમાં 44 અંકનો ઉછાળો પણ જોવા મળ્યો. પરંતુ હજુ પણ સેન્સેક્સ અને નિફ્ટી લીલા અને લાલ નિશાન વચ્ચે જ ટ્રેડ કરી રહ્યા છે. 

વૈશ્વિક બજારના કેવા છે હાલ?
આજના કારોબારમાં પ્રમુખ એશિયન બજારોમાં મિક્સ્ડ રિએક્શન છે. જ્યારે શુક્રવારે અમેરિકી બજારોમાં ખરીદી જોવા મળી હતી. જો કે વર્ષના પહેલા ત્રિમાસિકની વાત કરીએ તો S&P 500નું પ્રદર્શન 10 વર્ષમાં સૌથી નબળું જોવા મળ્યું. વીકલી બેસિસ પર ત્રણેય ઈન્ડેક્સ Dow, S&P 500 અને Nasdaq 1.3 ટકા, 2.2 ટકા નબળા થયા. 

આજના ટોપ ગેઈનર્સ અને ટોપ લૂઝર્સ
આજના કારોબારમાં આઈટી અને મેટલ શેર્સમાં વેચાવલી જોવા મળી રહી છે. આજે નિફ્ટી મેટલ ઈન્ડેક્સ લગભગ 1.5 ટકા અને આઈટી ઈન્ડેક્સ અડધો ટકા નબળો જોવા મળ્યો છે. જ્યારે ઓટો ઈન્ડેક્સ પણ લાલ નિશાનમાં છે. હેવીવેઈટ શેરોમાં મિક્સ્ડ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 30ના 18 શેર લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યા છે. આજના ટોપ લૂઝર્સમાં  TATASTEEL, M&M, TCS, WIPRO, TECHM, DRREDDY અને HDFC સામેલ છે. 

આજે બેંક અને ફાઈનાન્શિયલ ઈન્ડેક્સ લીલા નિશાનમાં જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત ફાર્મા, રિયાલિટી અને એફએમસીજી ઈન્ડેક્સ પણ લીલા નિશાનમાં છે. હાલ સેન્સેક્સમાં 150 અંકની તેજી છે અને તે 52,759.89ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 37 અંક વધીને 15715 ના સ્તરે છે. 

એલઆઈસીના શેરની સ્થિતિ
એલઆઈસીના શેરમાં આજે ફરી તેજી જોવા મળી છે. આજે એલઆઈસીનો શેર 681.25 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news