Stock Market LIVE: પરિણામોના ટ્રેંડ વચ્ચે શેર બજાર ખૂલતાં જ કડડભૂસ, સેન્સ્કેસ 2300 પોઇન્ટથી તૂટ્યો

Stock Market LIVE: લોકસભા ચૂંટણીના પરિણામોના ટ્રેંડ વચ્ચે શેર બજારમાં મોટા ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઇ છે. 

Stock Market LIVE: પરિણામોના ટ્રેંડ વચ્ચે શેર બજાર ખૂલતાં જ કડડભૂસ, સેન્સ્કેસ 2300 પોઇન્ટથી તૂટ્યો

Stock Market LIVE: મંગળવારે (4 જૂન) ને લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. આજનો દિવસ સ્ટોક માર્કેટ માટે મહત્વપૂર્ણ રહવાનો છે. આજે દેશભરમાં 543 સીટો પર મતગણતરી થઇ શરૂ થઇ ગઇ છે. આજે શેર બજાર લાલ નિશાન પર ખુલ્યું છે. થોડા દિવસોથી મળી રહેલી બઢતને ગુમાવીને બંને ઇન્ડેક્સ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. બજારમાં આવેલા ઘટાડાથી રોકાણકારોને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. સોમવારે સ્ટોક માર્કેટના બંને ઇન્ડેક્સ ઓલ ટાઇમ પર બંધ થયા હતા. 

બજાર ખૂલ્યાના પાંચ મિનિટમાં જ સેન્સેક્સ 1100 પોઇન્ટ તૂટ્યો
શેર બજાર ખૂલ્યાની પાંચ મિનિટની અંદર જ સેન્સેક્સ 1100 પોઇન્ટ તૂટ્યો છે અને 1147.89 પોઇન્ટ એટલે કે 1.50 ટકા ઘટીને 75,320.89 પર કરી રહ્યો છે. એનએસઇ નિફ્તી 9:19 મિનિટે 399.15 પોઇન્ટ એટલે 1.72 ટકાના ઘટાડા સાથે 22864 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યો હતો. 

આજે કયા લેવલ પર ખૂલ્યું શેર બજાર
ચૂંટણી પરિણામોના દિવસે, BSE સેન્સેક્સ 183 પોઈન્ટ અથવા 0.24 ટકાના ઘટાડા પછી 76,285 પર ખુલ્યો હતો. NSE નો નિફ્ટી 84.40 પોઈન્ટ અથવા 0.36 ટકાના ઘટાડા પછી 23,179 પર ખુલ્યો હતો.

15 મિનિટમાં 14 લાખ કરોડ ડૂબ્યા
ચૂંટણી પરિણામો વચ્ચે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યાં સેન્સેક્સમાં 1500થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ નિફ્ટીમાં 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 3 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, TCSના શેરમાં એક ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ સન ફાર્માના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. બજારમાં અરાજકતાના કારણે રોકાણકારોને 15 મિનિટમાં 14.27 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

સોમવારે બજાર 3 ટકાથે વધુ બઢત સાથે બંધ થયું હતું. એવામાં આજે શું રિએક્શન આવે છે તે જોવાનું રહ્યું. નિફ્ટ 733 પોઇન્ટ ચઢીને 23,263 પર બંધ થયો હતો. સેન્સેક્સ 2507 પોઇન્ટ વધીને 76,468 પર બંધ થયો હતો અને નિફ્ટી બેંક 1996 પોઇન્ટ વધીને 50,979 પર બંધ થયો હતો. 

Stock Market LIVE: Gift Nifty માં ઘટાડો
બજાર ખૂલતાં પહેલાં Gift Nifty માં 190 પોઇન્ટથી વધુનો ઘટાડો આવી રહ્યો છે અને આ 23,390 ની આસપાસ ટ્રેંડ કરી રહ્યો છે. 

Stock Market LIVE: EDITOR’s TAKE
જો EXIT POLL ના અનુસાર NDA  ની 370 સીટો આવે તો નિફ્ટી ટાર્ગેટ 23600-23800
જો આવતીકાલે NDA થી વધુ સીટો આવે તો નિફ્ટી ટાર્ગેટ 24000-24200
જો NDA  ની 325 ની આસપસ સીટો આવે તો નિફ્ટી ટાર્ગેટ 22900-23100
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news