કોરોના વાયરસથી ડર્યું શેર બજાર, સેન્સેક્સમાં 454 પોઇન્ટનું ગાબડું, નિફ્ટી 129 પોઇન્ટ તૂટ્યો

કોરોના (Coronavirus) વાયરસના ડરથી એશિયાના ઘણા શેર બજાર દબાણમાં કારોબાર કરી રહ્યા છે. ગ્લોબલ બજારો (Global market)માં પણ વેચાવલી હાવી છે. તેની અસર ભારતીય બજાર (Share market) માં પણ જોવા મળી રહ્યા છે. ઘરેલૂ શેર બજારમાં આજે દિવસભર સુસ્ત કારોબાર રહ્યો. સવારે સેન્સેક્સ (BSE sensex)એ લાલ નિશાન પર કારોબારની શરૂઆત કરી હતી.

કોરોના વાયરસથી ડર્યું શેર બજાર, સેન્સેક્સમાં 454 પોઇન્ટનું ગાબડું, નિફ્ટી 129 પોઇન્ટ તૂટ્યો

મુંબઇ: કોરોના (Coronavirus) વાયરસના ડરથી એશિયાના ઘણા શેર બજાર દબાણમાં કારોબાર કરી રહ્યા છે. ગ્લોબલ બજારો (Global market)માં પણ વેચાવલી હાવી છે. તેની અસર ભારતીય બજાર (Share market) માં પણ જોવા મળી રહ્યા છે. ઘરેલૂ શેર બજારમાં આજે દિવસભર સુસ્ત કારોબાર રહ્યો. સવારે સેન્સેક્સ (BSE sensex)એ લાલ નિશાન પર કારોબારની શરૂઆત કરી હતી. દિવસભરના કારોબાર બાદ સેન્સેક્સ 454 પોઇન્ટ તૂટીને 41158ના સ્તર પર બંધ થયો. તો બીજી તરફ નિફ્ટી (NSE nifty) 129 પોઇન્ટ ઘટીને 12119ના સ્તર પર બંધ થયો છે.  

કોરોના વાયરસની જોવા મળી અસર
ચીનના વુહાન શહેરથી દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે શેર બજારોમાં વેચાવલી ભારે છે. ચીની બજારથી માંડીને એશિયાઇ, ગ્લોબલ અને ભારતીય બજારોમાં વેચાવલી થઇ રહી છે. તમને જણાવી દઇએ કે બેન્ક નિફ્ટ 404 પોઇન્ટ ઘટીને 30837ના સ્તર પર બંધ થયો છે. 

આ શેરોમાં થઇ છે ખરીદી
સોમવારે કારોબાર બાદ બજાર ડો રેડ્ડી, સિપ્લા, ટેક મહિન્દ્રા, આઇસીઆઇસીઆઇ બેન્ક, સન ફાર્મા, એશિયન પેન્ટ્સ અને એક્સિસ બેન્કના શેર ગ્રીન નિશાન પર બંધ થયા છે. આ ઉપરાંત વેદાંતા લિમિટેડ, ટાટા સ્ટીલ, ઇન્ડસઇન્ડ, હિન્ડાલ્કો, એચડીએફસી બેન્ક, એચડીએફસી, એસબીઆઇ, પાવર ગ્રિડ અને ભારતી એરટેલના શેર લાલ નિશાન પર બંધ થયા છે. 

લાલ નિશાન પર બંધ થયો સેક્ટોરિયલ ઇન્ડેક્સ
સેક્ટોરિયલ ઇન્ડેક્સના મોટાભાગના શેર લાલ નિશાન પર બંધ થયા છે. બીએસઇ હેલ્થકેર સ્ટોક જ ફક્ત ગ્રીન નિશાનમાં બંધ થયા છે. આ ઉપરાંત બીએસઇ ઓટો, કેપિટલ ગુડ્સ, કંઝ્યૂમર ડ્યૂરેબિલ્સ, બીએસઇ એફએમસીઝી, બીએસઇ આઇટી, બીએસઇ મેટલ, ઓઇલ એન્ડ ગેસ, બીએસઇ પીએસયૂ અને બીએસઇ ટેક સેક્ટર લાલ નિશાન પર બંધ થયા છે. 

લાલ નિશાન પર બંધ થયો મિડકેપ ઇન્ડેક્સ
BSE મિડકેપ અને CNX મિડકેપ ઇંડેક્સ લાલ નિશાન પર બંધ થયો છે. આ ઉપરાંત BSE સ્મોલકેપ ઇંડેક્સ લીલા નિશાન પર બંધ થયો. CNX મિડકેપ ઇંડેક્સ 90.60 પોઇન્ટના ઘટાડા બાદ 18266.60 ના સ્તર પર બંધ થયો છે. તો બીજી તરફ BSE મિડકેપ ઇન્ડેક્સ 76.53 પોઇન્ટના ઘટાડા બાદ 15746.01 ના સ્તર પર બંધ થયો. આ ઉપરાંત BSE સ્મોલકેપ ઇંડેક્સ 5.22 પોઇન્ટની સામાન્ય બઢત બાદ 14851.18 ના સ્તર પર બંધ થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news