ગાયના ગોબરમાં લક્ષ્મીનો વાસ અમસ્તુ નથી કહેવાયું... આ બિઝનેસથી છપ્પર ફાડકે કમાણી થશે
Cow Dung Business Idea : ફાઈનાન્સ મંત્રીએ બજેટમાં પીએમ પ્રણામ યોજનાની શરૂઆત કરી.. જેમાં ગોબર સ્કીમ અંતર્ગત 500 નવા સંયંત્રોની સ્થાપના કરવામાં આવશે
Trending Photos
Union Budget 2023 : તાજેતરમાં કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થયું. જેમાં નાણામંત્રીએ પીએમ પ્રણામ યોજનાની જાહેરાત કરી. જેમાં કહ્યું કે, ગોબર સ્કીમ અંતર્ગત 500 નવા યુનિટની સ્થાપના કરવામાં આવશે. ત્યારે હવે ગોબર સાથે જોડાયેલા બિઝનેસની ચર્ચા ચારેતરફ થઈ રહી છે. ત્યારે હવે આ બિઝનેસ આઈડિયા પણ વિચારવા જેવો છે. જે કચરામાંથી સોનું પેદા કરીને આપશે. જો તમે ગાયુનું ગોબર નકામું સમજતા હોય તો તમે ખોટા છે. આ જ ગોબર તમને લાખોપતિ બનાવી શકે છે. એમ કહો કે, કચરામાંથી સોનું પેદા થશે.
આજકાલ લોકો કુદરતી જીવનશૈલી તરફ વળ્યા છે. ત્યારે ગોબરની સાથે સાથે ગોબરથી બનેલ પ્રોડક્ટની ડિમાન્ડમાં પણ વધારો થયો છે. જેથી ગોબરથી બનેલી પ્રોડક્ટનું વેચાણ કરીને લોકો લાખોની આવક મેળવી શકાય છે. તેમજ ગોબરની વસ્તુઓનો બિઝનેસ કરવો બહુ જ સરળ છે. તેમાં બહુ રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટની જરૂર પડતી નથી.
આ પણ વાંચો :
કઈ કઈ વસ્તુઓ બનશે
ગોબરની ધૂપબત્તીનો બિઝનેસ, છાણના કુંડાનો બિઝનેસ, છાણના દીવાનો બિઝનેસ, છાણના દીવાનો બિઝનેસ, છાણના કાગળનો બિઝનેસ, છાણથી ગોકાષ્ટ લાકડાંનો બિઝનેસ, છાણથી ગોકાષ્ટ લાકડાંનો બિઝનેસ, છાણથી સાબુનો બિઝનેસ, છાણની અગરબત્તીનો બિઝનેસ
માર્કેટમાં આ બધી જ વસ્તુઓની ધૂમ ડિમાન્ડ છે. ત્યારે આ બિઝનેસ આઈડિયા તમને કચરામાંથી સોનુ પેદા કરાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, મોદી સરકાર દ્વારા પણ આ માટે ખાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના શરૂ કરવામાં આવેલી યોજનાનો હેતુ ગ્રામીણ સ્વચ્છતાને સકારાત્મક રૂપથી પ્રભાવિત કરવાનો તથા આવી કુદરતી વસ્તુઓથી રૂપિયા તેમજ ઉર્જા પેદા કરવાનો છે.
આ યોજનાનો હેતુ ગ્રામીણ લોકોને આજીવિકા આપવાનો તથા તેઓને આવકની નવી તક આપવાનો છે. જેથી તેમની આવકમાં વધારો થશે. આ માટે બજેટામં 35 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામા આવી છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે