સ્વદેશી ટેકનીકથી વિકસિત નોન-ઇન્વેઝિવ પોર્ટેબિલ વેન્ટિલેટર લોન્ચ

આ ઉપકરણ ટર્બાઇન આધારિત અને વજનમાં હલ્કું હોવાથી તેને ઘરે પણ સરળતાથી ઉપયોગમાં લઇ શકાય છે. 

સ્વદેશી ટેકનીકથી વિકસિત નોન-ઇન્વેઝિવ પોર્ટેબિલ વેન્ટિલેટર લોન્ચ

ગુરૂગ્રામઃ ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ દરરોજ વધી રહ્યું છે. તો આ મહામારી સામે લડવા માટે મેડિકલ સાધનોની પણ દેશમાં મોટા પાયે જરૂર પડી રહી છે. જેમાં વેન્ટિલેટર, પીપીઈ કીટ, માસ્ક તથા અન્ય મેડિકલ સાધનોનો સમાવેશ થાય છે. દેશમાં આ બીમારી આવ્યા બાદ આવા મેડિકલ સાધનોનું ઉત્પાદન મોટા પાયે દેશમાં થવા લાગ્યું છે. તો હવે સ્પાઇસ જેટ દ્વારા સ્વદેશી ટેકનીકથી વિકસિત નોન-ઇન્વેઝિવ પોર્ટેબિલ વેન્ટિલેટર લોન્ચ કરવામાં આવ્યું છે. 

તેને સ્પાઈસઓક્સી નામ આપવામાં આવ્યું છે.  જે એક કોમ્પેક્ટ, પોર્ટેબલ, નોન-ઇન્વેઝિવ વેન્ટિલેશન ડિવાઇસ છે, જે શ્વાસની સાધારણથી મધ્યમ સ્તરની સમસ્યા ધરવાતા દર્દીઓ માટે અસરકારક સોલ્યુશન છે. ફિંગરટીપ પલ્સ ઓક્સીમીટર પણ રજૂ  કરવામાં આવ્યું છે. આ એક સરળ ઉપકરણ છે, જે લોકોના શરીરમાં ઓક્સિજનનું સ્તર માપવાનું સરળ બનાવે છે.

આ સ્વદેશી વેન્ટિલેટર મેક ઈન ઈન્ડિયા અભિયાન હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. દેશના જ એન્જિનિયરોની  એક ટીમ દ્વારા ઇનોવેશન લેબમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. સ્પાઇસઓક્સીને આંતરરાષ્ટ્રીય એજન્સી ટીયુવી દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે અને તેણે ISO 80601-2-80: 2018 (મેડિકલ ઉપકરણો માટે વિશેષ), IEC 60601-1:2005 and IEC 61000 સર્ટિફિકેશન પણ પ્રાપ્ત કર્યું છે.

મેક ઇન અભિયાન ઈન્ડિયા હેઠળ તૈયાર કરાયું
કોરોના કાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાન લોન્ચ કર્યું છે. ત્યારે આ કંપની હેઠળ લોન્ચ થયેલાં સ્પાઇસઓક્સી અને પલ્સ ઓક્સીમીટર મેડ ઇન ઇન્ડિયા છે. તેને દેશના એન્જિનિયર્સની પ્રતિભાશાળી ટીમ દ્વારા ડિઝાઇન અને નિર્મિત કરવામાં આવ્યાં છે. આ નોન-ઇન્વેઝિવ, પોર્ટેબલ વેન્ટિલેટર શ્વાસ લેવાની સમસ્યા અને અન્ય જૂની સમસ્યા ધરાવતા દર્દીઓને મદદરૂપ બની શકશે તથા ઘરે સરળતાથી ઉપયોગમાં લઇ શકાય છે. 

સ્પાઇસઓક્સીનો ઉદ્દેશ્ય ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા (ઓએસએ) અથવા રેસ્પિરેટરી સમસ્યાનો સામનો કરી રહેલાં વયસ્કો અને નાના દર્દીઓની સારવાર માટે નોન-ઇન્વેઝિવ વેન્ટિલેટરનો સપોર્ટ પ્રદાન કરે છે. આ ઉપકરણ ટર્બાઇન આધારિત અને વજનમાં હલ્કું હોવાથી તેને ઘરે પણ સરળતાથી ઉપયોગમાં લઇ શકાય છે. વધુમાં એમ્બ્યુલન્સ, સેનાના બેઝ કેમ્પે, હોસ્પિટલ્સ, પહાડી વિસ્તારો, વ્હીલચેર અને ગર્નિઝ જેવા પોર્ટેબલ એપ્લીકેશન ઉપર પણ તેનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news