Gold-Silver: સતત ચોથા દિવસે સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણો 14થી 24 કેરેટ ગોલ્ડની કિંમત

સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ગુરૂવારે પણ બંને ધાતુની કિંમતમાં ઘટાડો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે બુધવારની તુલનામાં આજે એટલે કે 10 ઓગસ્ટે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 

Gold-Silver: સતત ચોથા દિવસે સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણો 14થી 24 કેરેટ ગોલ્ડની કિંમત

નવી દિલ્હીઃ Gold-Silver Price: ભારતીય સોની બજારમાં આજે, 10 ઓગસ્ટે સોના અને ચાંદી સસ્તા થયા છે. સોનાની કિંમત 59 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામથી નીચે આવી ગઈ છે, જ્યારે ચાંદીનો ભાવ 70 હજારથી વધુ છે. રાષ્ટ્રીય સ્તર પર 999 શુદ્ધતાવાળા 24 કેરેટના 10 ગ્રામ સોનાની કિંમત 58902 રૂપિયા છે, જ્યારે 999 શુદ્ધતાવાળી ચાંદીની કિંમત 70041 રૂપિયા પ્રતિ કિલો છે. 

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે બુધવારે સાંજે 24 કેરેટનું શુદ્ધ સોનું 59137 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જે આજે 58902 રૂપિયા પર આવી ગયું છે. આ રીતે શુદ્ધતાના આધાર પર સોનું અને ચાંદી સસ્તા થયા છે. 

આજે શું છે સોના-ચાંદીની કિંમત? 
સત્તાવાર વેબસાઇટ ibjarates.com પ્રમાણે આજે સવારે 995 પ્યોરિટીવાળા દસ ગ્રામ સોનાના ભાવ ઘટીને 58666 રૂપિયા પર પહોંચી ગયા છે. તો 916 (22 કેરેટ) પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું 53954 રૂપિયા થઈ ગયું છે. આ સિવાય 750 પ્યોરિટીવાળા (18 કેરેટ) સોનાનો ભાવ 44177 રૂપિયા પર આવી ગયો છે. તો 585 પ્યોરિટીવાળા ગોલ્ડ (14 કેરેટ) નો ભાવ સસ્તો થઈને 34458 રૂપિયામાં આવી ગયો છે. આ સિવાય 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદી આજે 70041 રૂપિયા પર આવી ગઈ છે. 

છેલ્લા બે દિવસના ભાવના તુલના

Gold-Silver Rates Today

                           શુદ્ધતા    બુધવારનો ભાવ   ગુરૂવારનો ભાવ    ભાવમાં ફેરફાર
સોનું (પ્રતિ 10 ગ્રામ)    999        59137    58902    235 રૂપિયા સસ્તું
સોનું (પ્રતિ 10 ગ્રામ)    995         58901    58666    235 રૂપિયા સસ્તું
સોનું (પ્રતિ 10 ગ્રામ)   916         54169    53954    215 રૂપિયા સસ્તું
સોનું (પ્રતિ 10 ગ્રામ)    750         44352    44177    175 રૂપિયા સસ્તું
સોનું (પ્રતિ 10 ગ્રામ)   585         34595    34458    137 રૂપિયા સસ્તું
ચાંદી (પ્રતિ 1 કિલો)   999         70127    70041    86 રૂપિયા સસ્તી

મિસ્ડ કોલથી જાણો સોના-ચાંદીના ભાવ
ibja તરફથી કેન્દ્ર સરકાર દ્વારા જાહેર રજાઓ સિવાય શનિવાર અને રવિવારે રેટ જારી કરવામાં આવતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ આપી શકો છો. થોડા સમયમાં તમને એસએમએસ દ્વારા ભાવ મળી જશે. આ સિવાય તમે વેબસાઇટ પર ઓનલાઈન ભાવ જોઈ શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news