રૂપિયો તૂટતા શેરબજારમાં મોટો કડાકો, સેંસેક્સ 200 અંક તૂટ્યો તો નિફટી 11400થી નીચે

અત્યારે સેંસેક્સ 72 અંક તૂટતા 37,779,39ના સ્તરે પહોચ્યું છે. જ્યારે નિફટી 19 અંકથી ગગડીને 11,415.85 પર પહોચ્યો છે.

રૂપિયો તૂટતા શેરબજારમાં મોટો કડાકો, સેંસેક્સ 200 અંક તૂટ્યો તો નિફટી 11400થી નીચે

નવી દિલ્હી: ગ્લોબલ માર્કેટથી મળેલા ધીમા સંકેતો અને તૂર્કીમાં આવેલા આર્થિક સંકટ તથા ભારતીય રૂપિયામાં આવેલા મોટા ફેરફારના કારણે સેંસેક્સ 56 અંકથી તૂટીને 37,796ના સ્થર પર ખુલ્યો હતો. પરંતુ થોડીવારમાં જ સેંસેક્સ 200 પોઇન્ટ ડાઉન થયો હતો. જ્યારે નિફ્ટી પણ 11,400ની નીચે ગયો હતો. પરંતુ અત્યારે બજારમાં થોડી રીકવરી જોવા મળી રહી છે. અત્યારે સેંસેક્સ 72 પોઇન્ટ એટલે કે 0.19 ટકા ટાઉન થવાની સાથે 37,779.93ના સ્થર પર ટ્રેંડ કરી રહ્યો છે. જ્યારે નિફટી 19 પોઇન્ટ એટલે કે 0.17 ટકા ડાઉન થઇ 11,415.85ના સ્તર પર ચાલી રહ્યો છે.

મિડકેપ અને સ્મોલકેપમાં પણ દબાણ
મિડકેપ અને સ્મોલકેપના શેર પણ દબાણમાં ચાલી રહ્યા છે. બીએસઇના મિડકેપ ઇન્ડેક્સ 0.1 ટકા ડાઉન થયા હતા. જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઇન્ડેક્સમાં 0.3 ટકા ડાઉન થયો હતો. જ્યારે બીએસઇના સ્મોલકેપ ઇન્ડેક્સ સ્થિર નોધાયા હતા.
 
મિડકેપ શેરની કેવી સ્થિતી
મિડકેપ શેરમાં રિલાન્સ કોમ્યુનિકેશન્સ, એસજેવીએન, ટાટા કેમિકલ્સ, જેએસડબ્લ્યૂ એનર્જી અને 3એમ ઇન્ડિયા 2.4-1.5 ટકા સુધી ઉછળ્યા હતા. પરંતુ મિડકેપના શેરોમાં જિદલ સ્ટીલ, એનએલસી ઇન્ડિયા, રાજેશ એક્સપોર્ટ્સ, જે.એસ.ડબ્લ્યૂ સ્ટીલ અને સેલ 2.6-1.75 ટકા સુધી ડાઉન થયા હતા.
 
મેટલ અને બેંકીંગના શેરમાં સૌથી વધારે ઘટાડો   
મેટલ, બેંકીંગ, એફએસીજી અને રિયલ્ટી શેરોમાં સૌથી વધારે દબાણ જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી 0.6 ટકા ડાઉન થઇને 27,850ની નીચે ગગડ્યો હતો. પરંતુ ફાર્મા અને આઇટી શેરોમાં સારી ખરીદારી જોવા મળી છે.

કેટલા શેરોમાં જોવા મળ્યો વધારો અને ઘટાડો  
શેરમાર્કેટમાં દિગ્ગજ ગણતા શેરમાં કોટક બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચ.ડી.એફ.સી બેંક, આઇ.સી.આઇ.સી.આઇ બેંક, આઇટીસી, વેદાંત 3.35થી 0.28 સુધી ડાઉન થયા હતા.જ્યારે સન ફાર્મા, ઇન્ફોસિસ, પાવરગ્રિડ , એક્સીસ બૈંક, એમ.એન્ડ.એમ, એશિયન પેંટ્સ, ભારતી એરટેલમાં 0.41 થી 0.94 ટકા સુધી વધારો જોવા માળ્યો હતો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news