Sensexની ટોપ-10 કંપનીઓના માર્કેટ કેપમાં 54152 કરોડનો વધારો

ટીસીએસનું બજાર મૂડીકરણ સર્વાધિક 34,822.13 કરોડ રૂપિયાથી વધીને 8,39,896.27  કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. 

Sensexની ટોપ-10 કંપનીઓના માર્કેટ કેપમાં 54152 કરોડનો વધારો

નવી દિલ્હીઃ સેન્સેક્સની ટોપ-10 કંપનીઓમાંથી આઠનું માર્કેટ કેપિટલાઇઝેશન (માર્કેટ કેપ)માં ગત સપ્તાહે 54,151.62 કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ વૃદ્ધિમાં માહિતી ટેકનોલોજી કંપની ટીસીએસનો મોટો ફાળો રહ્યો. શુક્રવારે સમાપ્ત થયેલા સપ્તાહમાં ટોપ-10માંથી માત્ર બે કંપનીઓ એચડીએફસી અને એચડીએફસી બેન્કે માર્કેટ કેપિટલાઇઝેશનમાં નુકસાન ઉઠાવવું પડ્યું. આ અઠવાડિયા દરમિયાન ટીસીએસનું માર્કેટ કેપિટાઇલેઝશન સર્વાધિક 34,822.13 કરોડ રૂપિયા વધીને 8,39,896.27 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. 

આ સિવાય ઇન્ફોસિસનું માર્કેટ કેપિટલાઇઝેશન9,043.69 કરોડ રૂપિયા વધીને 3,22,033.94 કરોડ રૂપિયા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું 5,419.63 કરોડ રૂપિયા વધીને 8,82,005.44 કરોડ રૂપિયા, આઈસીઆઈસીઆઈ બેન્કનું 1,627.51 કરોડ રૂપિયાથી વધીને 2,62,645.88 કરોડ રૂપિયા, હિન્દુસ્તાન યૂનિલીવરનું 1,363.76 કરોડ રૂપિયાથી વધીને 3,77,470.33 કરોડ રૂપિયા અને ભારતીય સ્ટેટ બેન્કનું 1,249.45 કરોડ રૂપિયાથી વધીને 2,78,715.62 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. 

તો આઈટીસીનું બજાર મૂલ્યાંકત 367.76 કરોડ રૂપિયા વધીને 3,73,459.21 કરોડ રૂપિયા અને કોટક મહિન્દ્રા બેન્કનું બજાર મૂડીકરણ 257.69 કરોડ રૂપિયા વધીને 2,63,047.09 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. પરંતુ એચડીએફસીનું બજાર મૂલ્યાંકન 5,052.42 કરોડ રૂપિયા ઘટીને 3,39,906.42 કરોડ રૂપિયા અને એચડીએફસી બેન્કનું બજાર મૂડીકરણ 3,662.39 કરોડ રૂપિયાથી ઓછા થઈને 6,20,015.67 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. 

બજાર મૂડીકરણ પ્રમાણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટોપ પર બની રહી. ત્યારબાદ ટીસીએસ, એચડીએફસી બેન્ક, હિન્દુસ્તાન યૂનિલીવર, આઈટીસી, એચડીએફસી, ઇન્ફોસિસ, ભારતીય સ્ટેટ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્કનું સ્થાન રહ્યું. ગત સપ્તાબે બંબઈ શેર બજારનો સેન્સેક્સ 72 અંક કે 0.18 ટકાના નુકસાનથી 39,067.33 પોઈન્ટ પર આવી ગયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news