ડોક્યુમેન્ટ વગર ફક્ત ૩ મિનીટમાં મળશે 50,000 રૂપિયા, આ રીતે ઉઠાવો SBIની આ સ્કીમનો ફાયદો

જો કોરોના વાયરસના કારણે તમારી નોકરી છૂટી ગઈ હોય અને હવે તમે કોઈ નાનો મોટો સ્વ-રોજગાર કરવા ઈચ્છો છો અને તમારે તાત્કાલિક પૈસાની જરૂર છે તો મુદ્રા લોન તમારી મદદ કરી શકે છે.

ડોક્યુમેન્ટ વગર ફક્ત ૩ મિનીટમાં મળશે 50,000 રૂપિયા, આ રીતે ઉઠાવો SBIની આ સ્કીમનો ફાયદો

નવી દિલ્હી: જો કોરોના વાયરસના કારણે તમારી નોકરી છૂટી ગઈ હોય અને હવે તમે કોઈ નાનો મોટો સ્વ-રોજગાર કરવા ઈચ્છો છો અને તમારે તાત્કાલિક પૈસાની જરૂર છે તો મુદ્રા લોન તમારી મદદ કરી શકે છે. જે લોકો પાસે સ્ટેટ બેંક (SBI) માં સેવિંગ એકાઉન્ટ કે કરન્ટ એકાઉન્ટ છે, તો તે SBI માંથી 50,000 રૂપિયા સુધીની ઈ-મુદ્રા લોન લઈ શકે છે.

e-MUDRA  લોનની સૌથી સારી વાત એ છે કે તેના માટે તમારે બેંકની શાખામાં જવાની જરૂર નથી. તેના માટે તમે ઘરે બેઠા ઓનલાઈન આવેદન કરી શકો છો. SBI  પોતાના ગ્રાહકોને કોઈપણ ડોક્યૂમેન્ટ વગર ફક્ત ૩ મિનીટમાં 50,000 રૂપિયા સુધીની ઈ-મુદ્રા લોન આપી રહી છે. 

તમને જણાવી દઈએ કે ઈ-મુદ્રા લોન ફક્ત લધુ ઉદ્યોગને આપવામાં આવે છે. તેના માટે તમારી પાસે ઓછામાં ઓછું એસબીઆઈ બેંકમાં 6 મહિના જૂનું ચાલુ કે બચત ખાતું હોવું જરૂરી છે. ઈ-મુદ્રા લોનની અધિકતમ સમય 5 વર્ષ હોય છે. પરંતુ જો તમે 50,000 રૂપિયાથી વધારે લોન લેવા ઈચ્છો છો તો તેના માટે તમારે બેંકની શાખામાં જવું પડશે અને જરૂરી પ્રક્રિયા પૂરી કરવી પડશે. તેના માટે તમારે ડોક્યૂમેન્ટ પણ આપવા પડશે અને બિઝનેસની ડિટેલ પણ આપવી પડશે. 

ઈ-મુદ્રા લોનમાં નાના વેપારીઓ એક લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. પરંતુ તેના માટે કેટલાક ડોક્યૂમેન્ટની જરૂર પડશે. 

લાગશે આ ડોક્યૂમેન્ટ 
50 હજાર રૂપિયાથી વધારેની ઈ-મુદ્રા લોન લેવા માટે આવેદન કરવા માટે તમારે તમારા સેવિંગ એકાઉન્ટ કે કરન્ટ એકાઉન્ટ નંબર અને બ્રાંચની ડીટેલ આપવાની રહેશે. આ ઉપરાંત તમે જે પણ વ્યવસાય કે કારોબાર કરો છો, તેનું પ્રમાણ- પત્ર પણ આપવું જરૂરી છે. તમારા બેંક એકાઉન્ટ સાથે આધાર નંબર લિંક હોવા જોઈએ. તેના ઉપરાંત જીએસટીએન નંબર અને દુકાન કે વ્યવસાયના પ્રમાણની સાથે બિઝનેસ રજિસ્ટ્રેશન ડોક્યૂમેન્ટ પણ બેંકને બતાવવા પડશે. જો તમે આરક્ષિત શ્રેણીમાંથી આવો છો તો જાતિ પ્રમાણ પત્ર પણ આપવું પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news