SBI New IMPS Slab: એસબીઆઈની તમામ બ્રાન્ચમાં શરૂ થઈ આ ખાસ સુવિધા! કરોડો ગ્રાહકોને થશે ફાયદો
SBI Changes Rule: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ મોટી જાહેરાત કરી છે.
Trending Photos
નવી દિલ્હી: SBI Changes Rule: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ જાહેરાત કરી છે કે હવે તેની દરેક બ્રાન્ચમાં મની ટ્રાન્સફર માટે ઈમિડિએટ પેમેન્ટ સર્વિસ (IMPS) ની લિમિટ વધારી દીધી છે. બેંક તરફથી અપાયેલી જાણકારી મુજબ એક ફેબ્રુઆરી 2022થી IMPS ટ્રાન્ઝેક્શન માટે એક નવો સ્લેબ જોડવામાં આવ્યો છે.
આ નવો સ્લેબ 2 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધીનો છે. 2 લાખ રૂપિયા અને 5 લાખ રૂપિયા વચ્ચેની રકમ માટે IMPS દ્વારા પૈસા મોકલવા માટે 20 રૂપિયા પ્લસ જીએસટી હશે. IMPS બેંકો તરફથી અપાતી એવી પેમેન્ટ સર્વિસ છે જે રિયલ ટાઈમમાં ઈન્ટર બેંક ફંડ ટ્રાન્સફર કરવામાં આવે છે. આ સેવા 24 X 7 ઉપલબ્ધ હોય છે. જેમાં રવિવાર અને તમામ રજાઓ સામેલ છે.
જાણો શું છે આ IMPS?
IMPS એટલે કે ઈમીડિએટ મોબાઈલ પેમેન્ટ સર્વિસ જેના દ્વારા કોઈ પણ ખાતાધારકને ક્યાંય પણ પૈસા મોકલી શકાય છે. તેમાં પૈસા મોકલવા માટે સમય અંગે કોઈ મર્યાદા નથી. આ ખાસ સર્વિસ હેઠળ તમે સપ્તાહના સાતેય દિવસ 24 કલાકમાં ગમે ત્યારે IMPS દ્વારા ગણતરીની પળોમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો.
વાત જાણે એમ છે કે ભારતમાં ઓનલાઈન બેંકિંગ દ્વારા ગમે ત્યાં ગમે ત્યારે પૈસા મોકલી શકાય છે. પરંતુ પૈસા મોકલવાની રીત અલગ અલગ હોય છે. ઓનલાઈન બેંકિંગથી પૈસા ટ્રાન્સફર કરવાની પણ ત્રણ રીત હોય છે. IMPS, NEFT અને RTGS.
નોંધનીય છે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તરફથી આ સેવાઓ સંચાલિત થાય છે. તેમાં ફંડ ટ્રાન્સફર કરવાથી પૈસા બીજા ખાતામાં ટ્રાન્સફર થાય છે. IMPS આખુ વર્ષ 24×7 ઉપલબ્ધ હોય છે. પરંતુ NEFT અને RTGS માં આ સેવા ઉપલબ્ધ નથી.
આરબીઆઈએ કરી હતી આ જાહેરાત
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે ઓક્ટોબરમાં IMPS સર્વિસ અંગે મોટી જાહેરાત કરી હતી. જે હેઠળ હવે ગ્રાહકો એક દિવસમાં 5 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકે છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ તેની લિમિટ 2 લાખ રૂપિયા સુધીની હતી.
એસબીઆઈની ખાસ ઓફર
એસબીઆઈએ નવા વર્ષ પર ગ્રાહકોને માટે ખાસ ઓફર રજુ કરી છે. લોકોએ પર્સનલ લોન પર વધુ વ્યાજ આપવું પડતું હોય છે. આથી એસબીઆઈએ પોતાના ગ્રાહકો માટે પ્રી-અપ્રુવ્ડ પર્સનલ લોનની પણ ઓફર રજુ કરી છે. જેને યોનો એપ દ્વારા મેળવી શકાય છે. આ હેઠળ બેંક ગ્રાહકોને પર્સનલ લોન પર ખાસ છૂટ પણ આપે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ગ્રાહકોને ઝીરો પ્રોસેસિંગ ફીસ પર લોન આપશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે