SBI Alert! રોકડ ઉપાડના નિયમમાં ફેરફાર, કોરોના કાળમાં બેન્કે ગ્રાહકોને આપી રાહત

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા  (SBI) ચેક અને ઉપાડ ફોર્મ દ્વારા બિન-સ્થાનિક શાખામાંથી ઉપાડની મર્યાદા વધારી દીધી છે. હવે ગ્રાહક એક દિવસમાં 25 હજાર રૂપિયા સુધી કાઢી શકે છે. 
 

SBI Alert! રોકડ ઉપાડના નિયમમાં ફેરફાર, કોરોના કાળમાં બેન્કે ગ્રાહકોને આપી રાહત

નવી દિલ્હીઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા  (SBI) એ હાલમાં પોતાના ગ્રાહકો માટે નવું નોટિફિકેશન  (New Notification) જારી કર્યું છે, જેમાં કેશ કાઢવાના નિયમો વિશે જાણકારી આપવામાં આવી છે. તે અનુસાર હવે બિન-સ્થાનિક શાખાઓમાંથી રોકડ ઉપાડ (Cash Withdrawal) ની મર્યાદા વધારી દેવામાં આવી છે અને હવે ગ્રાહક એક દિવસમાં 25000 રૂપિયા સુધી ઉપાડ કરી શકશે. 

1 દિવસમાં ઉપાડી શકશો 25000
SBI એ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ સંબંધમાં ટ્વીટ કરતા જણાવ્યું કે, 'કોરોના મહામારીમાં પોતાના ગ્રાહકોનું સમર્થન કરવા માટે SBIએ ચેક  (Cheque) અને ઉપાડ ફોર્મના માધ્યમથી બિન-ઘરેલું રોકડ ઉપાડની મર્યાદા વધારી દીધી છે. હવે ગ્રાહકો પોતાની પાસેની બ્રાન્ચ (હોમ બ્રાન્ચને છોડીને) પર જઈને એક દિવસમાં પોતાના સેવિંગ એકાઉન્ટમાંથી (Saving Account) 25000 સુધીનો ઉપાડ કરી શકે છે. 

— State Bank of India (@TheOfficialSBI) May 29, 2021

ચેકથી કાઢી શકો છો એક લાખ રૂપિયા
પરંતુ ચેક દ્વારા રોકડ ઉપાડની મર્યાદા 1 લાખ રૂપિયા સુધી હશે. તો થર્ડ પાર્ટી એટલે કે જેના નામનો ચેક આપવામાં આવશે, તેને રોકડ ઉપાડની મર્યાદા વધારી 50 હજાર રૂપિયા કરી દેવામાં આવી છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના નોટિફિકેશન અનુસાર આ નિયમોને તત્કાલ પ્રભાવથી લાગૂ કરવામાં આવ્યા છે. આ નિયમ 30 સપ્ટેમ્બર 2021 સુધી લાગૂ રહેશે. એટલે કે આ મહામારીના સમયમાં લોકોને સરળતા રહે તે માટે બેન્કે પોતોના નિયમમાં ફેરફાર કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news