SBIએ સમાપ્ત કર્યો મિનિમમ બેલેન્ચ ચાર્જ, કરોડો ગ્રાહકોને થશે મોટો ફાયદો
જો તમે ભારતીય સ્ટેટ બેન્ક એટલે કે SBIના ગ્રાહક છો તો તમારા માટે સારા સમાચાર છે.
Trending Photos
નવી દિલ્હીઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને રાહત આપતા મિનિમમ બેલેન્સ ચાર્જની ઝંઝટમાંથી મુક્તિ આપી છે. તેનો અર્થ છે કે હવે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના સેવિંગ એકાઉન્ટ ધારકોને મિનિમમ બેલેન્સ ચાર્જ આપવો પડશે નહીં. હવે બેન્કના ગ્રાહકો એકાઉન્ટમાં પોતાના હિસાબથી બેલેન્સ રાખી શકશે. બેન્ક તરફથી તેના પર કોઈ ચાર્જ વસુલવામાં આવશે નહીં. આ સિવાય બેન્કે એસએમએસ ચાર્જ પણ માફ કરી દીધો છે.
મહત્વનું છે કે લાંબા સમયથી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની મિનિમમ બેલેન્સ ચાર્જ વસુલવાને લઈને ટીકા થઈ રહી હતી. મહત્વનું છે કે બેન્કના આ નિર્ણયથી 40 કરોડથી વધુ ખાતાધારકોને ફાયદો મળવાની આશા છે.
SBI does away with minimum balance requirement in savings accounts: Statement
— Press Trust of India (@PTI_News) March 11, 2020
હાલ શું છે ચાર્જ?
વર્તમાનમાં એસબીઆઈ અલગ-અલગ કેટેગરીના સેવિંગ એકાઉન્ટ હોલ્ડર્સે મિનિમમ બેલેન્સ તરીકે 1000 રૂપિયાથી 3000 રૂપિયા સુધી મેન્ટેન કરવાનું હોય છે. મેટ્રો સિટીમાં રહેનારા એસબીઆઈના સેવિંગ એકાઉન્ટ ધારકે મિનિમમ બેલેન્સ તરીકે 3000 રૂપિયા, સેમી અર્બન સેવિંગ એકાઉન્ટ હોલ્ડર્સે 2000 રૂપિયા અને રૂરલ એટલે કે ગ્રામીણ વિસ્તારના સેવિંગ એકાઉન્ટ હોલ્ડર્સે 1000 રૂપિયા રાખવાના હોય છે.
જો તમે તેને મેન્ટેન ન કર્યું હોય તો 5 રૂપિયાથી 15 રૂપિયા સુધી પેનલ્ટી લગાવવામાં આવતી હતી. આ પેનલ્ટીમાં ટેક્સ પણ જોડાતો હતો. એસબીઆઈના ચેરમેન રજનીશ કુમાર પ્રમાણે નવી જાહેરાત બાદ ગ્રાહકોનો વિશ્વાસ વધશે. તેમણે કહ્યું કે, મિનિમમ બેલેન્સ ચાર્જને સમાપ્ત કરવો બેન્કનું એક મહત્વપૂર્ણ પગલું છે. આ ગ્રાહકોના વધુ સુવિધાનજક અને સારા બેન્કિંગ અનુભવ માટે ભરવામાં આવ્યું છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે