2019માં ભાજપ જીતશે તો કેટલું વધશે શેર માર્કેટ? દિગ્ગજ એક્સપર્ટ પાસેથી જાણો ક્યાંથી કરશો કમાણી

2019માં ભાજપ જીતશે તો કેટલું વધશે શેર માર્કેટ? દિગ્ગજ એક્સપર્ટ પાસેથી જાણો ક્યાંથી કરશો કમાણી

વર્ષ 2018 શેર માર્કેટ માટે ખૂબ ઉતાર ચઢાવવાળું રહ્યું. આ સમાચારમાં અમે તમને ત્રણ વસ્તુઓ બતાવીશું. પ્રથમ 2018માં તે કયા સેક્ટર રહ્યા જ્યાં વધુ પૈસા ડૂબ્યા. બીજું 2019 માં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં ભાજપ જીતશે તો શેર માર્કેટમાં કેટલું રિટર્ન મળી શકે છે. અને ત્રીજું તે કયા શેર છે જેના પર 2019 માં દાવ લગાવી શકો છો. આ પ્રશ્નો માટે ઝી બિઝનેસના મેનેજિંગ એડિટર અનિલ સિંઘવીએ વાત કરી હેલિયસ કેપિટલના સમીર અરોડા સાથે. 

2018માં કયા સેક્ટર્સે ડુબાડ્યા?
આ વર્ષે લાર્જકેપમાં લગભગ 4%નો ઘટાડો રહ્યો, જ્યારે મિડકેપ લગભગ 15-20% અને સ્મોલકેપમાં 31% નો ઘટાડો રહ્યો. હેલિયસ કેપિટલના સમીર અરોડાના અનુસાર આ વર્ષે બજારમાં કરેક્શન જરૂર આવ્યું પરંતુ રોકાણકારોને ગભરાવવાની જરૂર નથી, કારણ કે ભારતની ઇકોનોમી સારું કરી રહી છે તેનાથી શેર માર્કેટને આગળ પણ મજબૂતી મળશે. 

2018 ક્યાં ડૂબ્યા કેટલા રૂપિયા?

સેક્ટર  રિટર્ન
રિયલ્ટી  -33%
ઓટો -24%
મેટલ  -22%
PSU બેંક  -19%
પાવર  -18%
ઓઇલ-ગેસ   -17%

2019માં ભાજપ જીતશે તો શું થશે અસર? 
તાજેતરમાં જ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાઇ, જેમાં 3 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર આવી. સમીર અરોડાના અનુસાર, આ પરિણામો બાદ માર્કેટ પર અસર પડી પરંતુ 2019ના માર્કેટથી શૉક વેલ્યૂ ખતમ થઇ ગઇ. જો 2019માં ભાજપની સરકાર ફરીથી બને છે તો માર્કેટ લોંગ ટર્મ આઉટલુક તો સારું રહેશે કે પરંતુ પરિણામો બાદ તરત જ લગભગ 4 થી 5%ની તેજી માર્કેટમાં આવી શકે છે. બીજી તરફ જો ભાજપની હાર થાય છે તો માર્કેટ પર વધુ નેગેટિવ અસર નહી પડે. સમીર અરોડા માને છે કે બજાર ભાજપની હાર અને જીતના સેંટીમેંટ્સ માટે તૈયાર છે, તેનાથી વધુ ગભરાવવાની જરૂર નથી.  

2019માં ક્યાં કરશો રોકાણ?
સમીર અરોડાના અનુસાર હાલમાં બે સેક્ટર કંઝ્યૂમર અને ફાઇનાશિંયલની ડિમાંડ બની ગઇ છે. બંને સેગમેંટ આગળ પણ ડિમાંડમાં બની રહેશે અને તેમાં નિયમિત રોકાણ કરવામાં આવી શકે છે. તેમણે ત્યાં સુધી કહ્યું કે દુનિયાના દિગ્ગજ રોકાણકાર બોરેન બફેટ પણ આ સેગમેંટ પર બુલિશ છે. સમીર અરોડાના અનુસાર જો બજારમાં થોડું ઘણું કરેક્શન આવે તો પણ પૈસા નહી નિકાળે અને ના તો SIP બંધ કરવી છે. બસ પૈસા નિયમિત રીતે રોકાણ કરવું છે.

શું મંદી આવવાની છે?
હેલિયસ કેપિટલના સમીર અરોડાનું માનવું છે કે હાલમાં ભારતીયથી વધુ અમેરિકન બજારો પર નજર છે. અમેરિકન બજાર લગભગ 20% સુધી તૂટી ચૂક્યું છે. અમેરિકન બજારોને નજરઅંદાજ ન કરી શકાય, બસ થોડું સતર્ક રહેવાની જરૂર છે. એટલા માટે તેને ગ્લોબલ બજારોનું કરેક્શન કહી શકીએ મંદી નહી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news