Retail Inflation: 7 મહિનાના રેકોર્ડ લેવલ પર છૂટક મોંઘવારી દર, RBI ની રેંજથી બહાર
જાન્યુઆરીમાં છૂટક મોંઘવારી 6.01 ટકા પર પહોંચી ગઇ. આરબીઆઈની ટાર્ગેટ રેન્જની બહાર પહોંચ્યા પછી સાત મહિનાનું આ રેકોર્ડ સ્તર છે. સોમવારે જારી કરાયેલા આંકડા અનુસાર કન્ઝ્યુમર ગુડ્સ અને ટેલિકોમ સંબંધિત કિંમતોમાં વધારાને કારણે રિટેલ મોંઘવારી દરે રેકોર્ડ બનાવ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: Retail Inflation in January 2022 : જાન્યુઆરીમાં છૂટક મોંઘવારી 6.01 ટકા પર પહોંચી ગઇ. આરબીઆઈની ટાર્ગેટ રેન્જની બહાર પહોંચ્યા પછી સાત મહિનાનું આ રેકોર્ડ સ્તર છે. સોમવારે જારી કરાયેલા આંકડા અનુસાર કન્ઝ્યુમર ગુડ્સ અને ટેલિકોમ સંબંધિત કિંમતોમાં વધારાને કારણે રિટેલ મોંઘવારી દરે રેકોર્ડ બનાવ્યો છે.
ડિસેમ્બરમાં હતો 5.66 ટકા
અગાઉ ડિસેમ્બર 2021 માં રિવિઝન પછી છૂટક મોંઘવારીનો દર 5.66 ટકા હતો. જાન્યુઆરી 2021માં તે 4.06 ટકા હતો. આ પહેલાં જૂન 2021માં ફુગાવો 6.26 ટકાની ઊંચી સપાટીએ હતો. સોમવારે એનએસઓ દ્વારા જાહેર કરવામાં આવેલા ફુગાવાના આંકડા અનુસાર, ખાદ્ય ચીજોનો ફુગાવાનો દર જાન્યુઆરી 2022માં 5.43 ટકા હતો, જે અગાઉના મહિનામાં 4.05 ટકા હતો.
શાકભાજીના મામલે વધીને 5.19 ટકા થયો
અન્ન અને તેના ઉત્પાદનોનો ફુગાવાનો દર ડિસેમ્બર 2021માં 2.62 ટકાથી વધીને જાન્યુઆરીમાં 3.39 ટકા થયો છે. ડેટા મુજબ, માંસ અને માછલીની શ્રેણીમાં ફુગાવો અગાઉના મહિનામાં 4.58 ટકાથી વધીને 5.47 ટકા થયો છે. શાકભાજીના મામલામાં મોંઘવારી દર વધીને 5.19 ટકા થઇ ગયો છે જ્યારે ડિસેમ્બરમાં તેમાં 2.99 ટકાનો ઘટાડો આવ્યો હતો.
નાણાકીય નીતિને ધ્યાનમાં લેતી વખતે આરબીઆઈ મુખ્યત્વે ગ્રાહક ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવાને ધ્યાનમાં લે છે. સરકારે કેન્દ્રીય બેંકને રિટેલ ફુગાવાનો દર 2 ટકાના તફાવત સાથે 4 ટકા પર જાળવી રાખવાની જવાબદારી સોંપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે