શેરબજાર પર રિઝર્વ બેન્કના ગવર્નરની મોટી ચેતવણી, જાણો શું કહ્યું


કોરોના સંકટને કારણે જ્યારે દેશ-દુનિયાની અર્થવ્યવસ્થામાં મંદી છે. આ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકા સુધીના ઘટાડાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, તેમાં શેર માર્કેટ સતત વધી રહ્યું છે. 
 

શેરબજાર પર રિઝર્વ બેન્કના ગવર્નરની મોટી ચેતવણી, જાણો શું કહ્યું

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસ (Shaktikant Das)એ શેરધારકોને સચેત કરતા કહ્યુ કે, શેરબજારની સ્થિતિ હકીકતમાં અર્થવ્યવસ્થા પ્રમાણે દેખાતી નથી, તેથી તેમાં ઘટાડો થઈ શકે છે. 

ઉલ્લેખનીય છે કે કોરોના સંકટને કારણે જ્યારે દેશ-દુનિયાની અર્થવ્યવસ્થામાં મંદી છે. આ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકા સુધીના ઘટાડાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, તેમાં શેર માર્કેટ સતત વધી રહ્યું છે. તેના કારણે પહેલા પણ ઘણા જાણકાર ચેતવણી આપી ચુક્યા છે કે, શેર બજારની અસલ અર્થવ્યવસ્થા સાથે કોઈ લિંક દેખાતી નથી. પરંતુ રિઝર્વ બેન્કના ગવર્નરનું આ નિવેદન ખુબ મહત્વ ધરાવે છે. 

શું કહ્યું શક્તિકાંત દાસે
એક બિઝનેસ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, 'વૈશ્વિક અર્થવ્યવસ્થા પ્રમાણે સિસ્ટમમાં ખુબ રોકડ છે. તેથી શેર બજારમાં તેજી જોવા મળી રહી છે. પરંતુ તે અર્થવ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિથી અલગ છે. ચોક્કસપણે તેમાં ઘટાડો થશે, પરંતુ ઘટાડો ક્યારે થશે તે ન કહી શકાય.'

ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે આ વર્ષે એપ્રિલથી અત્યાર સુધી બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં ક્રમશઃ 35.2 ટકા અને 37.1 ટકાનો વધારો થયો છે. 

જો તમારે પણ કપાય છે વધારે TDS, આ છે રિફંડ મેળવવાની સરળ રીત

આ મહિને રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસીની બેઠક થઈ હતી. પરંતુ એમપીસીએ મોંઘવારીને વધતી જોઈને વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. ગવર્નર શક્તિકાંત દાસે તે વાત પર ભાર આપ્યો કે રિઝર્વ બેન્કની પાસે પર્યાપ્ત નીતિગત અવકાશ છે અને જ્યારે પણ જરૂર પડશે તે તેનો ઉપયોગ કરશે. 

આ વર્ષે ફેબ્રુઆરીથી અત્યાર સુધી રિઝર્વ બેન્કે રેપો રેટમાં 1.15 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. ગવર્નર દાસે કહ્યુ, અમારી પાસે પર્યાપ્ત નીતિગત અવકાશ છે. અમે અમારા બધા હથિયારને ખાલી ન કરી શકીએ અને અમારે ભવિષ્યમાં તાર્કિક રીતે તેનો ઉપયોગ કરવો પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news