EXCLUSIVE: બેંકો પાસે છે ફરિયાદ તો અહીં કરો ફરિયાદ, તાત્કાલિક થશે સુનાવણી
Trending Photos
નવી દિલ્હી: બેંક સર્વિસને લઇને, જો તમારી કોઇ ફરિયાદ છે તો તેના માટે હવે તમારે ભટકવાનું થશે નહી. ઝી બિઝનેસની એક્સકૂસિવ જાણકારીના અનુસારી આવી ફરિયાદોની સુનાવણી માટે આરબીઆઇ કંપ્લેંટ મેનેજમેંટ સિસ્ટમ એટલે કે CMS લોન્ચ કરવા જઇ રહી છે. તેમાં ઇ-મેલ, લેખિત ફરિયાદ, સોશિયલ મીડિયા જેવા બધા માધ્યમો પર કરવામાં આવેલી ફરિયાદોને એક જગ્યાએ એકઠી કરવામાં આવશે, પછી આરબીઆઇ તે બેંકો અને બીજી સંસ્થાઓને મોકલશે જેના વિરૂદ્ધ ફરિયાદ આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર CMS બનીને તૈયાર છે અને તેને કોઇપણ દિવસે લોન્ચ કરવામાં આવી શકે છે.
હાલમાં બેંકો સંબંધિત કોઇપણ પ્રકારની ફરિયાદ માટે 3 બેંકિંગ ઓમ્બુડ્સમેનની વ્યવસ્થા છે. આ ઉપરાંત કંપ્લેંટ સિસ્ટમ પણ સંપૂર્ણપણે ઓનલાઇન નથી. પરંતુ CMS સિસ્ટમ સંપૂર્ણ પ્રકારે ઓનલાઇન હશે. તે સિસ્ટમમાં કંમ્પ્લેન કર્યા બાદ તેના ટ્રેકિંગની પણ સુવિધા હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે