કટોકટીના 44 વર્ષ પૂરા, PM મોદીએ ટ્વીટ કરીને શેર કર્યો આ VIDEO 

ભારતના લોકતંત્રમાં 25 જૂનને એક કાળા દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. આજના જ દિવસે 1975માં વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી એટલે કે કટોકટીની જાહેરાત કરી હતી.

કટોકટીના 44 વર્ષ પૂરા, PM મોદીએ ટ્વીટ કરીને શેર કર્યો આ VIDEO 

નવી દિલ્હી: ભારતના લોકતંત્રમાં 25 જૂનને એક કાળા દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. આજના જ દિવસે 1975માં વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી એટલે કે કટોકટીની જાહેરાત કરી હતી. આજે દેશમાં લાગુ કરવામાં આવેલી કટોકટીના 44 વર્ષ પૂરા થયા છે. કટોકટીના 44 વર્ષ પૂરા થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓ ટ્વીટ કરી રહ્યાં છે. 

India’s democratic ethos successfully prevailed over an authoritarian mindset. pic.twitter.com/vUS6HYPbT5

— Narendra Modi (@narendramodi) June 25, 2019

પીએમ મોદીએ ટ્વીટ કર્યો ઈમરજન્સીનો વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વીડિયો ક્લિપ શેર કરીને કટોકટીની કાળી યાદો યાદ કરી. વડાપ્રધાન દ્વારા ટ્વીટ કરાયેલા વીડિયોમાં સંસદના ભાષણની એક ક્લિપ પણ જોવા મળી રહી છે. જ્યારે ગૃહમંત્રી અમિત શાહે લખ્યું કે આજના જ દિવસે રાજકીય હિતો માટે લોકતંત્રની હત્યા કરી દેવાઈ હતી. 

કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ કટોકટી પર ટ્વીટ કરી. તેમણે લખ્યું કે 1975માં આજના જ દિવસે માત્ર પોતાના રાજકીય સ્વાર્થ માટે દેશના લોકતંત્રની હત્યા કરાઈ. દેશવાસીઓ પાસેથી તેમના મૂળભૂત હકો છીનવી લેવાયા. અખબારો પર તાળા લાગ્યાં. 

मैं उन सभी सेनानियों को नमन करता हूं। pic.twitter.com/XzRc4vEdJS

— Amit Shah (@AmitShah) June 25, 2019

રાજનાથ સિંહે પણ કરી ટ્વીટ
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ટ્વીટ કરી અને કહ્યું કે આ દિવસને દેશવાસીઓ બંધારણ અને સંસ્થાનોની અખંડિતતા જાળવી રાખવાના મહત્વ તરીકે યાદ રાખે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news