RBI એ આ બેંકને ફટકાર્યો 1 કરોડ રૂપિયાનો દંડ, નિયમોની અવગણના કરવાની મળી સજા

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ભારતીય સ્ટેટ બેંક (SBI) પર નિયમનકારી પાલનમાં અભાવને (Lack of Regulatory Compliance) લઇને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. RBI એ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે 16 નવેમ્બર 2021 ના રોજ એક આદેશમાં આ દંડ લગાવ્યો છે. 

RBI એ આ બેંકને ફટકાર્યો 1 કરોડ રૂપિયાનો દંડ, નિયમોની અવગણના કરવાની મળી સજા

મુંબઇ: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ભારતીય સ્ટેટ બેંક (SBI) પર નિયમનકારી પાલનમાં અભાવને (Lack of Regulatory Compliance) લઇને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. RBI એ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે 16 નવેમ્બર 2021 ના રોજ એક આદેશમાં આ દંડ લગાવ્યો છે. 

RBI એ લીધી એક્શન
કેંદ્રીય બેંકના અનુસાર, SBI ના ઇંસ્પેક્શન ફોર સુપરવાઇઝરી ઇવેલ્યૂવેશન (ISE) માટે વૈગ્યાનિક નિરીક્ષણ 31 માર્ચ 2018 અને 31 માર્ચ 2019 ના રોજ પોતાની નાણાકીય પોઝિશનના સંદર્ભમાં આયોજિત કરવામાં આવ્યો હતો. 

એક જોગવાઇનું કર્યું ઉલ્લંઘન
આદેશ અનુસાર જોખમ મૂલ્યાંકન રિપોર્ટના તપાસ, નિરિક્ષણ રિપોર્ટમાં બેકિંગ રેગુલેશન એક્ટની એક જોગવાઇનું ઉલ્લંઘન મળી આવ્યું. SBI એ ઉધારકર્તા કંપનીઓના મામલે કંપનીની ચૂકતા શેર પૂંજીના 30 ટકાથી વધુની રકમ શેર ગિરવેના રૂપમાં રાખવામાં આવી હતી.

જાહેર થઇ કારણદર્શક નોટિસ
આરબીઆઇએ તેના માટે એસબીઆઇને કારણદર્શક નોટીસ જાહેર કરી હતી. તેમાં સ્ટેટ બેંકને પૂછવામાં આવ્યું કે નિયમોની આ અવગણનાને લઇને તેના પર દંડ કેમ ન લગાવવામાં આવે. બેંકના જવાબ પર વિચાર કર્યા બાદ દંડ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. 

ગ્રાહકો પર નહી પડે અસર
RBI એ જણાવ્યું કે આ કાર્યવાહી રેગુલેટરી કમ્પ્લાએંસ પર આધારિત છે. તેની બેંક દ્રારા ગ્રાહકો સાથે કરવામાં આવેલી લેણદેણ સાથે કોઇ લેવાદેવા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news