RBI Repo Rate: જો તમે EMI ભરતા હોવ તો ખાસ જાણો, RBI ગવર્નરે રેપો રેટ વિશે કરી મહત્વની જાહેરાત
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટ અંગે મોટો નિર્ણય લીધો છે.
Trending Photos
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટ અંગે મોટો નિર્ણય લીધો છે. રેપો રેટમાં આ વખતે પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હજુ પણ રેપો રેટ 6.50 ટકા પર સ્થિર છે. આવું 11મી વખત બન્યું છે કે જ્યારે રેપો રેટમાં કોઈ ફેરફાર કરાયો નથી. રિઝર્વ બેંકે છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટ બદલ્યો હતો. તે વખતે 25 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 6.50 ટકા કર્યો હતો. ત્યારબાદ તેને ચેન્જ કર્યો નથી.
ભારતીય રિઝર્વે બેંકના ગવર્નર શક્તિકાંત દાસે પોતાના કાર્યકાળની આખરી મોનેટરી પોલીસીની જાહેરાત કરતા કહ્યું કે બહુમતીમાં સભ્યોએ નક્કી કર્યું કે રેપો રેટને અનચેન્જ રાખવામાં આવે. MPC એ નક્કી કર્યું છે કે મોંઘવારીને ટાર્ગેટ પર લાવવા પર ફોકસ રહેશે. આથી હજુ પણ રેપો રેટમાં કાપ મૂકાયો નથી.
#WATCH | Mumbai | RBI Governor Shaktikanta Das says, "The Monetary Policy Committee decided by a majority of 4:2 to keep the policy repo rate unchanged at 6.5%..."
(Source: RBI) pic.twitter.com/oteBt4FLlQ
— ANI (@ANI) December 6, 2024
ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે કેન્દ્રીય બેંકે નીતિગત રેપો રેટ દરને 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. તેમણે કહ્યું કે આરબીઆઈએ 4:2 બહુમત સાથે તટસ્થ જાળવી રાખ્યો છે. દાસના જણાવ્યાં મુજબ સ્થિર રેપો રેટ હાલની આર્થિક સ્થિતિઓ પ્રત્યે સતર્ક દ્રષ્ટિકોણનો સંકેત આપે છે. મોનેટરી પોલીસીનો વ્યાપક પ્રભાવ હોય છે, મૂલ્ય સ્થિરતા સમાજના દરેક વર્ગ માટે મહત્વપૂર્ણ છે.
રેપો રેટની ઈએમઆઈ પર અસર
આરબીઆઈની MPC બેઠક દર બે મહિને થાય છે. જેમાં સામેલ રિઝર્વ બેંક ગવર્નર શક્તિકાંત દાસ સહિત છ સભ્યો મોંઘવારી સહિત અન્ય મુદ્દાઓ અને ફેરફારો પર ચર્ચા કરે છે. અત્રે જણાવવાનું કે રેપો રેટનું સીધુ કનેક્શન બેંક લોનવાળા ગ્રાહકો જોડે હોય છે. તેના ઘટવાથી ઈએમઆઈ ઘટે છે અને વધવાથી ઈએમઆઈ વધે છે. વાત જાણે એમ છે કે આ એવો દર છે કે જેના પર કોઈ દેશની કેન્દ્રીય બેંક ધનની કોઈ પણ કમીની સ્થિતિમાં વાણિજ્યિક બેંકોને પૈસા ઉધાર આપે છે. રેપો રેટનો ઉપયોગ મોનિટરિંગ અધિકારીઓ દ્વારા મોંઘવારીને કાબૂમાં કરવા માટે કરાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે