RBI ગવર્નર શક્તિકાંત દાસ થયા કોરોના સંક્રમિત, ટ્વીટ કરી આપી જાણકારી
આરબીઆઇ ગર્વનર શકિકાંત દાસ કોરોના સંક્રમિત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ગઇકાલે આરબીઆઇના એમપીસીની બેઠકમાં શક્તિકાંત દાસએ હાલની અર્થવ્યવસ્થા અને કોરોના મહામારીને લઇને ચિંતા વ્યક્ત કરી હતી.
Trending Photos
નવી દિલ્હી: આરબીઆઇ ગર્વનર શકિકાંત દાસ કોરોના સંક્રમિત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તેમણે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. ટ્વીટ દ્વારા ગર્વનરએ લખ્યું કે તે કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. લક્ષણ દેખાઇ રહ્યા નથી. પોતે સારું અનુભવી રહ્યો છું. ગર્વનરએ લખ્યું કે તેમણે તે તમામને સૂચિત કરી દીધા છે જે નજીકના દિવસોમાં તેમના સંપર્કમાં આવ્યા હતા. ગર્વનરએ આ જાણકારી આપી કે તે એકાંતમાં રહીને કામ ચાલુ રાખશે અને રિઝર્વ બેંકમાં કામકાજ સામાન્ય રીતે થતું રહેશે.
I have tested COVID-19 positive. Asymptomatic.Feeling very much alright.Have alerted those who came in contact in recent days.Will continue to work from isolation. Work in RBI will go on normally. I am in touch with all Dy. Govs and other officers through VC and telephone.
— Shaktikanta Das (@DasShaktikanta) October 25, 2020
તે તમામ અધિકારીઓ સાથે ટેલીફોન અને વીદિયો કોન્ફ્રરન્સ દ્વારા સંપર્કમાં રહેશે. ગઇકાલે આરબીઆઇના એમપીસીની બેઠકમાં શક્તિકાંત દાસએ હાલની અર્થવ્યવસ્થા અને કોરોના મહામારીને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે જો કોરોનાની બીજી લહેર આવશે તો અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવી મુશ્કેલ પડી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે