RBI એ 0.25% રેપો રેટ ઘટાડ્યો, 30 લાખની હોમ લોન પર દર મહિને બચશે આટલા રૂપિયા

દેશની સેંટ્રલ બેંક RBI (રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા)એ સામાન્ય વ્યક્તિ અને કંપનીઓને મોટી ભેટ આપતાં વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત કરી છે. રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 5.75 ટકા પર આવી ગયો છે. આ સતત ત્રીજો અવસર છે જ્યારે વ્યાજ દર ઘટાડવામાં આવ્યો હોય. ગત બે બેઠકમાં પણ MPC રેપો રેટમાં 0.25-0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે 2018-19ની ચોથા ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ દર 5 વર્ષના નીચલા સ્તર પર આવી ગઇ છે. જેને ધ્યાનમાં રાખતાં રિઝર્વ બેંક દ્વારા વ્યાજ્દરમાં ઘટાડાની કોઇ ગુંજાઇશ નથી. 

RBI એ 0.25% રેપો રેટ ઘટાડ્યો, 30 લાખની હોમ લોન પર દર મહિને બચશે આટલા રૂપિયા

નવી દિલ્હી: દેશની સેંટ્રલ બેંક RBI (રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા)એ સામાન્ય વ્યક્તિ અને કંપનીઓને મોટી ભેટ આપતાં વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત કરી છે. રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 5.75 ટકા પર આવી ગયો છે. આ સતત ત્રીજો અવસર છે જ્યારે વ્યાજ દર ઘટાડવામાં આવ્યો હોય. ગત બે બેઠકમાં પણ MPC રેપો રેટમાં 0.25-0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે 2018-19ની ચોથા ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ દર 5 વર્ષના નીચલા સ્તર પર આવી ગઇ છે. જેને ધ્યાનમાં રાખતાં રિઝર્વ બેંક દ્વારા વ્યાજ્દરમાં ઘટાડાની કોઇ ગુંજાઇશ નથી. 

તમને જણાવી દઇએ કે શક્તિકાંત દાસે આરબીઆઇના ગર્વનર બન્યા બાદ સતત ત્રીજો ઘટાડો છે. આ પહેલાં ફેબ્રુઆરી અને એપ્રિલની પોલિસીમાં પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. 

NEFT અને RTGS દ્વારા પૈસા ટ્રાંસફર કરતાં હવે ચાર્જ લાગશે નહી. સાથે જ રેપો રેટ ઘટતાં હોમ લોનની EMI ઓછી થઇ જશે. 

આરબીઆઇએ પોલિસીમાં રિવર્સ રેપો રેટમાં પણ ફેરફાર કર્યા છે. રિવર્સ રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 5.50 ટકા કરી દેવામાં આવ્યો છે. જોકે સીપીઆરમાં કોઇપણ ફેરફરા કરવામાં આવ્યો નથી. સીઆર આરએ 4 ટકા પર જ રાખવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આરબીઆઇએ પોતાનું વલણ ન્યૂટ્રલથી બદલીને અકોમોડેટિવ કર્યું છે. 

શું હોય છે રેપો રેટ?
રેપો રેટ તે દર હોય છે, જેનાપર આરબીઆઇ બેંકોને લોન આપે છે. જોકે જ્યારેપણ બેંકો પાસે ફંડની ખોટ હોય છે, તો તે તેની ભરપાઇ કરવા માટે સેંટ્રલ બેંક એટલે કે આરબીઆઇ પાસેથી પૈસા લે છે. આરબીઆઇ દ્વારા આપવામાં આવનાર આ લોન એક ફિકસ્ડ રેટ પર મળે છે. આ રેપો રેટ કહેવાય છે .તેને ભારતીય રિઝર્વ બેંક દર ત્રિમાસિકના આધારે નક્કી કરે છે. 

ટ્રેડ વોરનો જીડીપી પર જોવા મળશે અસર?
ટ્રેડ વોર અને નબળા ગ્લોબલ સંકેતના લીધે શું આરબીઆઇ જીડીપી ગ્રોથના અનુમાનમાં ઘટાડો કરશે. તેનાપર 80 ટકા જાણકારોનું માનવું છે કે જીડીપી અનુમાનમાં ઘટાડો કરવામાં આવી શકે છે. તો બીજી તરફ 20 ટકા જાણકારોનું માનવું છે કે ગ્રોથ અનુમાનમાં ઘટાડો થશે નહી. 

પોલિસીમાં આરબીઆઇનું વલણ જોવા મળશે?
મોંઘવારીને લઇને ન્યૂટ્રલ વલણ જોવા મળી શકે છે. તો બીજી તર ફ 40 ટકા જાણકારોનું માનવું છે કે આરબીઆઇ નરમ વલણ રાખશે. ગ્રોથને પ્રોત્સાહન આપવા માટે આરબીઆઇ શું પગલું ભરશે. લિક્વિડિટીને જાળવી રાખવા માટે શું પગલાં ભરશે. CRR માં શું કોઇ ઘટાડો થશે. ટ્રેડ વોરની ચિંતા અને ક્રૂડ ઓઇલની ચાલને લઇને શું નિવેદન આવે છે. આ ઉપરાંત એનપીએ અને સ્ટ્રેસ્ડ અસેટ્સપર આરબીઆઇનું ફોકસ રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news