RBI એ કરી તમારા ફાયદાની વાતઃ જાણો RBI ની નવી Policy મુજબ કોને-કોને મળશે સસ્તા વ્યાજે લોન
અત્યારે રેપો રેટ 4 ટકા પર છે અને રિવર્સ રેપો રેટ 3.5 ટકા છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે સમીક્ષા બેઠક પુરી થયા બાદ જણાવ્યુંકે, મોનિટર પોલીસીએ એકમત થઈને એવું નક્કી કર્યું છેકે, કે વ્યાજ દરોમાં કોઈ બદલાવ ન કરવામાં આવે. તેથી વ્યાજદરોમાં કોઇ બદલાવ ના કર્યો, રેપો રેટ 4% પર યથાવત રાખ્યો છે. કોને-કોને સસ્તા વ્યાજે લોન મળશે તે પણ જાણી લો.
- રિઝર્વ બેંકની સમીક્ષા બેઠક થઈ પુરી
- લોકોના EMI પર કોઈ અસર નહીં
- કોરોના કાળમાં લોકો માટે રાહતના સમાચાર
Trending Photos
નવી દિલ્હી: ભારતીય રીઝર્વ બેન્ક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે વ્યાજ દરોમાં કોઇ બદલાવ કર્યો નથી. રેપો રેટ 4 ટકા પર યથાવત રાખ્યો છે. બીજી તરફ રિવર્સ રેપો રેટ 3.5 ટકા યથાવત રાખ્યો છે. આરબીઆઇ ગવર્નર નાણાકીય નીતિ સમીક્ષા (MPC)ની બેઠકના પરિણામની જાહેરાત કરી હતી.
બેન્ક રેટ 4.25 ટકા યથાવત છે. આરબીઆઇ ગવર્નરે કહ્યુ, નાણાકીય વર્ષ 21 માટે રિયલ જીડીપી -7.3 ટકા પર રહેશે, તેમણે કહ્યુ, સારા ચોમાસાથી ઇકોનોમીમાં રિવાઇવલ સંભવ છે. ગ્રોથ પરત લાવવા માટે પોલિસી સપોર્ટ ઘણો મહત્વનો છે. રિઝર્વ બેન્કે ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 2021-22 માટે ગ્રોથ રેટનું અનુમાન ઘટાડી દીધુ છે. RBI અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં ગ્રોથ રેટ 9.5 ટકા રહેશે. પહેલા રિઝર્વ બેન્કે 10.50 ટકાનું અનુમાન લગાવ્યુ હતું.ગવર્નરે કહ્યુ કે જ્યાર સુધી કોવિડની અસર પૂર્ણ નથી થતી ત્યાર સુધી અકોમડેટિવ નજરીયો યથાવત રાખવામાં આવશે, તેમણે કહ્યુ કે ગ્લોબલ ટ્રેડ સુધરવાથી એક્સપોર્ટમાં સુધારો થશે.
ટૂરિઝમ અને હોસ્પિટલિટી સેક્ટરને મોટી રાહતઃ
કોરોનાના કહેરના કારણે ધંધા-રોજગારને માઠી અસર પડી છે એમાંય ખાસ કરીને ટૂરિઝમ અને હોસ્પિટલિટી સેક્ટર સાવ બર્બાદ થઈ ગયું છે. આ સ્થિતિમાં ફરી આ સેક્ટરને બેઠું કરવા માટે આરબીઆઈએ મોટી રાહત આપી છે. શુક્રવારે રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસે સમીક્ષા બેઠક બાદ જણાવ્યુંકે, બેંકોના માધ્યમથી આ સેક્ટરમાં રાહત આપવામાં આવશે. 15 હજાર કરોડ રૂપિયાની નકદ વ્યવસ્થા આ સેક્ટરોને લોન આપવા માટે કરવામાં આવી છે. એના માધ્યમથી બેંકો ખાસ કરીને ટૂર-ટ્રાવેલ્સ, રેસ્ટોરેંટ, પ્રાઈવેટ બસ, સલુન, એવિએશન એસિલિયરી સેવા સહિતના ધંધાને ફરી બેઠાં કરવા માટે ખુબ જ સસ્તા દરે લોન આપશે.
આ વર્ષે 9.5 ટકા થશે GDP ગ્રોથઃ
RBI ના અનુમાન મુજબ નાણાંકીય વર્ષ 2021-22 માં જીડીપી ગ્રોથ 9.5 ટકા રહી શકે છે. આ આંકડો સારો છે. જોકે, રિઝર્વ બેંકે પહેલાં કરેલાં અનુમાન એટલેકે, 10.5 ટકા કરતા ઓછો છે. ગર્વનરે કહ્યુંકે, આ વર્ષે ચોમાસુ પણ સારું રહેશે તેવું અનુમાન છે. જેને કારણે ગ્રામીણ વસ્તુઓની માગ વધશે. જેનાથી જીડીપીને ખુબ મજબુતી મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે