રાશન કાર્ડ માટે હવે નહીં ખાવા પડે કચેરીઓના ધક્કા, આ ટિપ્સ ફોલો કરશો તો ઘરે બેઠાં મળી જશે રાશન કાર્ડ

રાશન કાર્ડ માટે હવે નહીં ખાવા પડે કચેરીઓના ધક્કા, આ ટિપ્સ ફોલો કરશો તો ઘરે બેઠાં મળી જશે રાશન કાર્ડ

 

નવી દિલ્લીઃ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે રાશન કાર્ડ  જરૂરી છે. જો રાશન કાર્ડ ન હોય તો સરકારી યોજનાનો લાભ નથી મળતો..જેથી તમારી પાસે રેશન કાર્ડ હોવું જરૂરી છે. તમે આ ટીપ્સ અનુસરશો તો ઘરે બેઠા રાશન કાર્ડ મેળવી શકશો.

1-ઓછી કિંમતે મળશે અનાજ-
સરકારની રેશનકાર્ડ યોજનાથી ઓછા ભાવે  ચોખા, ઘઉં, બાજરી, ખાંડ ખરીદવા માંગતા હોય તો  તમારે ફક્ત તમારા નામે બનાવેલ રેશન કાર્ડ મેળવવું પડશે. સરકારી કચેરીમાં રાશન કાર્ડ બનાવવા માટે ઘણો સમય લાગે છે.

2- વેબસાઈટ પર એપ્લાય કરો-
હવે તમે સમયનો બગાડ કર્યા વિના રેશન કાર્ડ મેળવી શકશો. તમે ઘરે બેસીને રેશન કાર્ડ માટે કેવી રીતે અરજી કરી શકો છો અને તેના માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે. ભારતમાં તમે તમારા શહેરની સત્તાવાર વેબસાઈટ પરથી અરજી કરી શકો છો.

3- કયાં દસ્તાવેજ જરૂરી?
અરજી માટે પરિવારના સભ્યોના પાસપોર્ટ સાઇઝના ફોટા જરૂરી છે. આધાર કાર્ડ જરૂરી છે. વીજળીનું અને આવકનું પ્રમાણપત્ર જરૂરી છે. બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ જોડવાની રહેશે સાથે ગેસ કનેક્શનની વિગતો પણ આપવાની રહેશે.

4- દિલ્લીમાં કેવી રીતે કરશો અરજી-
જો તમે દિલ્હીના રહેવાસી છો તો httpsnfs.delhigovt.nic.in પર જાઓ. અરજી કરવા માટે પોર્ટલ પર લોગિન કરો. પછી NFSA 2013 હેઠળ ખાદ્ય સુરક્ષા માટેના એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરો. અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી માહિતી ભરો અને તમામ દસ્તાવેજ અપલોડ કરો.

5- યૂપીમાં કેવી રીતે કરશો અરજી-
યુપીમાં રહો છો, તો સરકારની સત્તાવાર સાઈટ httpsfcs.up.gov.in પર જાઓ. સાઇટના હોમપેજ પર તમારે ડાઉનલોડ ફોર્મના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમને બે અલગ-અલગ લિંક મળશે..પ્રથમ ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો માટે અને બીજી શહેરી વિસ્તારમાં રહેતા લોકો માટે.

6- ગ્રામીણ અને શહેરી વચ્ચેની કોઈપણ લિંક પર ક્લિક કરો-
તમે ગ્રામીણ અને શહેરી વચ્ચેની કોઈપણ લિંક પર ક્લિક કરી શકો છો અને તે મુજબ તમારી સામે ફોર્મ ખુલશે. આ ફોર્મ ડાઉનલોડ કરો.

7- CSCમાં જમા કરો ફોર્મ-
ફોર્મની પ્રિન્ટમાં તમારી બધી વિગતો ભરો અને CSC કેન્દ્રમાં જમા કરાવો

8- રેશન કાર્ડ ખૂબ જરૂરી-
રેશન કાર્ડ ખૂબ જ જરૂરી છે. રેશન કાર્ડ અનાજ લેવા માટે નહીં પરંતુ ઘણા કામમાં ઉપયોગી બને છે...બેંક ખાતું ખોલાવવા માંગો છો તો તેમાં લખેલું સરનામું તમારા માટે ઉપયોગી છે.

9- સ્કૂલમાં પ્રવેશ માટે-
બાળક શાળામાં પ્રવેશ મેળવવા માંગે છે, તો રેશન કાર્ડ માંગવામાં આવે છે. તેમાં તમારા પરિવારની સંપૂર્ણ વિગતો હોય છે. 

10- વીજળીના કનેકશન માટે ઉપયોગી-
વીજળીનું કનેકશન મેળવવા માટે પણ રાશન કાર્ડ જરૂરી છે.. વીજળીની અરજીની સાથે રેશનકાર્ડ પણ આપવું પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news