તમે ક્યારેય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ક્રિકેટ રમતા જોયા છે? ન જોયા હોય તો જુઓ આ વીડિયો

cm bhupendra patel plays cricket : અમદાવાદના SGVP ગુરુકુલ ખાતે મુખ્યમંત્રી મેદાન પર ક્રિકેટ રમ્યા હતા. SGVP ગુરુકુલ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરાયુ છે

તમે ક્યારેય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ક્રિકેટ રમતા જોયા છે? ન જોયા હોય તો જુઓ આ વીડિયો

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના 17 મા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ક્રિકેટના રસિયા છે એ સૌ જાણે છે. તક મળે તો તેઓ મેદાન પર ઉતરી જાય છે અને ભલભલાને હંફાવી દે છે. ત્યારે તેમનો ક્રિકેટના શોખનો પુરાવો આપતો એક વીડિયો સામે આવ્યો છે. તેમના હાથમાં બેટ આવે તો તે બોલરના છક્કા છોડાવી દે તેવા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જોરદાર બેટિંગનો એક પુરાવો મળ્યો છે. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ક્રિકેટ રમ્યા હતા. 

અમદાવાદના SGVP ગુરુકુલ ખાતે મુખ્યમંત્રી મેદાન પર ક્રિકેટ રમ્યા હતા. SGVP ગુરુકુલ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરાયુ છે. આંતર જિલ્લા પંચાયત ટુર્નામેન્ટના લોકાર્પણ પ્રસંગે કર્યુ હતું. જેમાં તેમણે બેટિંગ પર હાથ અજમાવ્યો હતો. તેમનો ક્રિકેટ રસ વીડિયોમાં કેદ થયો છે. લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યાં ચે. 

ક્રિકેટના શોખીન મુખ્યમંત્રીએ બેટ માંગ્યુ હતું 
તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેલિયન્ટ પ્રીમિયલ લીગની ટ્રોફી ખુલ્લી મુકી હતી. આ પ્રસંગે તેમણે ગુજરાતના ગ્રામિણ ખેલાડીઓને આગળ વધવા માટે મદદ કરવાનુ વચન તેઓએ આપ્યુ હતુ. આ દરમિયાન CM એ વિપુલ નારીગરા (Vipul Narigara) સામે ક્રિકેટના પ્રેમને રોકી શક્યા નહોતા અને ઈંગ્લીશ વિલો બેટ ખેલાડી પાસે માંગી લીધુ હતુ. આમ તેમનો ક્રિકેટનો શોખ અચાનક જાગી ઉઠ્યો હતો. તેઓ બેટને મેળવવાની તમન્નાને રોકી શક્યા નહોતા. તેઓએ બેટને જોઈને જ કહ્યુ હતુ કે, હું પણ ક્રિકેટનો શોખીન છું. મારે પણ આવુ બેટ જોઈએ છે. તેમની ઈચ્છાને જોઈને પ્લેયર્સે પણ તેમને બેટ ગીફ્ટ કરવાની ઈચ્છા દર્શાવી હતી. વિપુલ નારીગરાએ મુખ્યપ્રધાનને બેટ ગિફ્ટ કર્યુ હતુ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news