રાશન કાર્ડને લઈને મોટા સમાચાર! હવે માત્ર આ લોકો બનાવી શકશે, 9 દસ્તાવેજોની પડશે જરૂર
Ration Card Process રાશન કાર્ડ એટલે આપવામાં આવે છે જેથી સરકાર તરફથી મળનાર રાશન સસ્તા ભાવ પર પળી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતના રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર છે. રાશન કાર્ડ એટલે આપવામાં આવે છે જેથી સરકાર તરફથી મળનાર રાશન સસ્તા ભાવે મળી શકે. કોરોના દરમિયાન સરકાર તરફથી ભોજનના તેલથી લઈને ઘઉં, મીઠું, દાળ વગેરે આપવામાં આવતા હતા. પરંતુ તમને જણાવી દઈએ કે રાશન કાર્ડ પર બધાને ફ્રી રાશન આપવામાં આવતું નથી. રાશન કાર્ડ બનાવવા માટે પણ કેટલાક જરૂરી વસ્તુ હોય છે, તે અનુસાર લોકોને પેપર રજૂ કરવાના હોય છે.
જો તમે પણ BPL રાશન કાર્ડ લિસ્ટ 2023માં છો તો પહેલા તે જણાવવું પડશે કે તમારી વાર્ષિક આવક 18000 રૂપિયાથી ઓછી છે. જો તમે આ શરતને પૂરી કરો છો તો તમને આ લિસ્ટમાં સામેલ કરવામાં આવશે. આ સાથે તમને આયુષ્માન કાર્ડ લિસ્ટ અને BPL રાશન કાર્ડ બંને લિસ્ટ માટે યોગ્ય માનવામાં આવશે તથા તમારૂ નામ આ લિસ્ટમાં આવશે.
આ છે જરૂરી દસ્તાવેજ
- BPL રેશનકાર્ડ માટે જરૂરી દસ્તાવેજો
- પરિવારના તમામ સભ્યોના ફોટા
- જાતિ પ્રમાણપત્ર
- ફેમિલી આઈડી કાર્ડ
- કાયમી પ્રમાણપત્ર
-BPL અરજી ફોર્મ
- જૂનું રેશન કાર્ડ
- આવક પ્રમાણપત્ર
- આધાર કાર્ડ પાન કાર્ડ
સરકારની પાસે પરિવાર ઓળખ પત્ર ફરિયાદ પોર્ટમાં રાશન કાર્ડ ફરિયાદ હેઠળ રાશન કાર્ડવાળો વિકલ્પ હાજર છે. તે માટે ઓનલાઇન ફરિયાદ કરી શકો છો. જો તમે BPL કાર્ડ માટે જરૂરી વસ્તુઓ પૂર્ણ કરી લીધી હોય, તો તમારે પોર્ટલ પર જઈને તમારો ફેમિલી આઈડી નંબર અને સભ્ય રાજ્ય પસંદ કરવું પડશે. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે. તે પછી તમે તે OTP ભરો અને સબમિટ કરો. તમને જણાવી દઈએ કે તમે BPL રેશન કાર્ડ લિસ્ટ હેઠળ ઓનલાઈન ફરિયાદ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે