Shantanu Naidu Net worth: રતન ટાટાનો કહેવાય છે પડછાયો, સગા દીકરાની જેમ સાચવે છે ટાટા

Shantanu Naidu Net worth: શાંતનુ નાયડુનો જન્મ 1993માં પુણે, મહારાષ્ટ્રમાં થયો હતો. તેઓ 2018થી રતન ટાટા સાથે છે. નાયડુ સ્ટાર્ટઅપ ગુડફેલોઝના ફાઉંડર છે.

Shantanu Naidu Net worth: રતન ટાટાનો કહેવાય છે પડછાયો, સગા દીકરાની જેમ સાચવે છે ટાટા

દિગ્ગજ ઉદ્યોગપતિ Ratan Tata સાથે એક છોકરો ઘણીવાર જોવા મળે છે. તે દરેક જગ્યાએ તેમની સાથે રહે છે. ટાટાએ પોતાનો 85મો જન્મદિવસ પણ આ યુવક સાથે ઉજવ્યો હતો. શાંતનુ નાયડુ રતન ટાટા સાથે પડછાયાની જેમ રહે છે. શાંતનુ ટાટાના પર્સનલ આસિસટન્ટ છે. ટાટાને શાંતનુ સાથે ખૂબ લગાવ છે. રતન ટાટા તેને પુત્રની જેમ માને છે. શાંતનુ રતન ટાટાના બિઝનેસની સાથે સાથે તેમના રોકાણની પણ દેખરેખ રાખે છે.  ટાટા કંપનીમાં તેમની પોસ્ટ મેનેજરની છે. No description available.

30 વર્ષીય શાંતનુ નાયડુ એક બિઝનેસમેન, એન્જિનિયર, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર, લેખક અને એન્ટરપ્રીનીયોર છે. શાંતનુએ યુએસએની કોર્નેલ યુનિવર્સિટીમાંથી એમબીએનો અભ્યાસ કર્યો છે. શાંતનુ નાયડુનો જન્મ પુણે, મહારાષ્ટ્રમાં 1993માં થયો હતો અને તેઓ ટાટા ગ્રુપમાં કામ કરતા તેમના પરિવારની 5મી પેઢી છે. વર્ષ 2018 માં અભ્યાસ કર્યા પછી, શાંતનુ ભારત પાછો આવ્યો અને ટાટા ટ્રસ્ટના ચેરમેનની ઓફિસમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. રતન ટાટાએ શાંતનુ નાયડુના સ્ટાર્ટઅપ ગુડફેલોમાં રોકાણ કર્યું છે.

No description available.

શાંતનુ 2018થી રતન ટાટા સાથે જોડાયેલા છે. રતન ટાટાએ ગુડફેલોમાં કેટલું રોકાણ કર્યું છે તે જાહેર કરવામાં આવ્યું નથી. આ સ્ટાર્ટઅપ વરિષ્ઠ નાગરિકોને સેવા આપવા માટે શરૂ કરવામાં આવ્યું છે.

No description available.

નાયડુએ ટાટા સાથેના તેમના અનુભવ વિશે ‘I Came Upon a Lighthouse’ નામનું પુસ્તક પણ લખ્યું છે. આમાં તેણે જણાવ્યું છે કે શા માટે રતન ટાટાએ તેને પોતાનો આસિસ્ટન્ટ બનાવ્યો. વાસ્તવમાં, શાંતનુને કૂતરાઓનો ખૂબ શોખ છે. મુંબઈમાં રખડતા કૂતરાઓને માર્ગ અકસ્માતનો શિકાર થતા બચાવવા માટે, તેમણે તેમના ગળામાં ચમકતી પટ્ટી લગાવવાનું અભિયાન શરૂ કર્યું હતું. રતન ટાટા રખડતા કૂતરાઓ માટે કરેલા કામને કારણે તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. રતન ટાટાને પણ શ્વાન ખૂબ જ પસંદ છે. રતન ટાટા શાંતનુ નાયડુથી એટલા પ્રભાવિત થયા કે તેમણે પોતે ફોન કરીને શાંતનુને તેમના આસીસટન્ટ બનવાની નોકરીની ઓફર કરી.

No description available.

આ પણ વાંચો:
અહીં બની રહી છે ભારતની પ્રથમ અંડરવોટર રેલરોડ, 6 કલાકની મુસાફરી 40 મિનિટમાં
ખબર છે... કયા સમયે પાણી પીવું યોગ્ય અને કયા સમયે ઝેર સમાન? વાંચી લો
મહિલાઓ માટે ખાસ કામની આ છે ટિપ્સ, હેરફોલથી બચવું હોય કરો આ ઉપાય, દૂર થશે સમસ્યા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news