120 રૂપિયા પર જશે રાકેશ ઝુનઝુનવાલાનો આ ફેવરેટ સ્ટોક, તમે પણ કરી શકો છો મોટી કમાણી

શું તમે શેર બજારમાં બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોને જોઈને શેર પર દાવ લગાવો છો? તો આ સમાચાર તમારા માટે છે. 

120 રૂપિયા પર જશે રાકેશ ઝુનઝુનવાલાનો આ ફેવરેટ સ્ટોક, તમે પણ કરી શકો છો મોટી કમાણી

નવી દિલ્હીઃ શું તમે પણ શેરબજારમાં દિગ્ગજ રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોને જોઈને દાવ લગાવો છો. તો તમારા માટે આ સમાચાર કામના છે. તમે ફેડરલ બેન્કના સ્ટોક પર નજર રાખી શકો છો. હકીકતમાં ફેડરલ બેન્કના શેરો પર બ્રોકરેજ હાઉસ બુલિશ છે અને તેને ખરીદવાની સલાહ આપી રહ્યું છે. 

થઈ શકે છે નફો
બ્રોકરેજ ફર્મ એન્જલ વન અને IIFL Securities પ્રમાણે ફેડરલ બેન્કનો શેર આવનારા દિવસોમાં મોટી કમાણી કરાવી શકે છે. તેને વર્તમાન કિંમત પર ખરીદી શકાય છે. ફેડરલ બેન્કનો શેર 120 રૂપિયા સુધી પહોંચી શકે છે. એટલે કે વર્તમાન કિંમત પર રોકાણ કરવાથી 32 ટકાનો ફાયદો થઈ શકે છે. મહત્વનું છે કે હાલ ફેડરલ બેન્કના શેરની કિંમત 90.95 રૂપિયા છે. બ્રોકરેજ ફર્મ પ્રમાણે રેપો રેટ વધવાથી બેન્કિંગ શેરને ફાયદો મળશે અને તેમાં તેજી આવશે. 

બ્રોકરેડ ફર્મ એન્જલ વને કહ્યું કે ફેડરલ બેન્ક ભારતની સૌથી જૂની પેઢીની ખાનગી બેન્ક છે. છેલ્લા કેટલાક વર્ષમાં તેનું એનપીએ સ્થિર રહ્યું છે, જીએનપીએ Q3FY21 માટે  3.38% પર છે જ્યારે એનએનપીએ રેશિયો 1.14 ટકા હતો. એન્જલ વન પ્રમાણે બેન્કની લાયબિલિટી ફ્રેન્ચાઇઝી મજબૂત થઈ છે. રીસ્ટ્રક્ચરિંગ લેવલ પણ કંટ્રોલમાં છે. આગામી 4થી 6 ક્વાર્ટરમાં મેનેજમેન્ટને આશા છે કે RoA સુધરી 1.2 ટકા થઈ શકે છે. તેથી તેમાં ખરીદી કરી શકાય છે. 

ફેડરલ બેન્કમાં દિગ્ગજ ઇન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી Q4FY22 માટે ફેડરલ બેન્કના શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર રાકેશ ઝુનઝુનવાકા અને તેના પત્ની પાસે સંયુક્ત રૂપથી 2.10 કરોડ ફેડરલ બેન્કના શેર કે કંપનીમાં 1.01 ટકાની ભાગીદારી છે. જ્યારે વ્યક્તિગત ક્ષમતાથી બિગ બુલની પાસે બેન્કિંગ  કંપનીમાં 5,47,21,060 શેર કે 2.64 ટકા ભાગીદારી છે. એટલે કે ઝુનઝુનવાલા દંપત્તિની પાસે બેન્કિંગ કંપનીમાં 3.65 ટકા ભાગીદારી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news