PSU Stock: ગુજરાતના પેટ્રોનેટના શેર લાગી પર લોઅર સર્કિટ, જાણો કારણ, હવે શું કરશો?

GSPL share next target: બજારમાં સારા ગ્લોબલ સંકેતોનો સપોર્ટ મળી રહ્યો છે. બજારમાં સિલેક્ટેડ શેરો ઉંધા માથે પછડાઇ રહ્યા છે, જેમાં PSU શેર ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL) ફોકસમાં છે.

PSU Stock: ગુજરાતના પેટ્રોનેટના શેર લાગી પર લોઅર સર્કિટ, જાણો કારણ, હવે શું કરશો?

GSPL hits lower circuit: શેરબજારમાં સોમવારે સતત બીજા દિવસે તેજી નોંધાઇ હતી. બજારમાં સારા ગ્લોબલ સંકેતો મળી રહ્યા છે. બજારમાં તેજીની સિલેક્ટેડ શેરો તૂટી રહ્યા છે,  PSU શેર ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL) ફોકસમાં છે. માર્કેટ ખૂલતાં જ શેરમાં લોઅર સર્કિટ લાગી ગઇ. સ્ટોક 20 ટકા તૂટી ગયો છે. BSE પર શેર 302.30 રૂપિયાના ભાવ પર ટ્રેડ કરી રહ્યો છે. શેરમાં મોટા ઘટાડાનું કારણ શું છે? આગળ શેરમાં શું કરવાનું છે? 

GSPL નો શેર કેમ તૂટ્યો? 
PNGRB એ કંપનીના હાઈ પ્રેશર ગ્રીડ ટેરિફમાં 47% નો ઘટાડો કરીને 18.1 mmbtu કરી દીધો છે. આ અંતર્ગત ટેરિફ રૂ. 34/mmbtu થી ઘટાડીને રૂ. 18.1/mmbtu કરવામાં આવી છે. નવો ટેરિફ 1 મેથી લાગુ થશે. તમને જણાવી દઈએ કે GSPL એ 51 રૂપિયા/mmbtu ના ટેરિફની માંગણી કરી હતી. ટેરિફના સંદર્ભમાં, વિશ્લેષકો PNGRB પાસેથી 10-15%ના ઘટાડા અંગે અપેક્ષા રાખતા હતા. 6 વર્ષ પછી ટેરિફની સમીક્ષા કરવામાં આવી. GSPL આ આદેશને પડકારશે.

PNGRB એ કેમ ઘટાડ્યા ભાવ? 
આગામી સમયમાં ઓછી મૂડી રોકાણની આશંકા છે. જ્યારે વર્તમાનમાં નવી પાઇપલાઇન પર ઓછો ઓપરેશનલ ખર્ચ થશે. એવામાં વધુ UTILISATION સ્તરથી સારા વોલ્યૂમ હોવાનું અનુમાન છે. એટલા માટે PNGRB ને ટેરિફને ઘટાડવાનો નિર્ણય લીધો. 

શેર પર બ્રોકરેજ આઉટલુક
ગ્લોબલ બ્રોકરેજ ફર્મ Nomura એ GSPL પર રેટિંગને ડાઉનગ્રેડ કરીને Buy થી Underperform કરી દીધી છે. શેર પર ટાર્ગેટને પણ 320 રૂપિયાથી ઘટાડીને 440 રૂપિયા કરી દીધી છે. CLSA એ રેટિંગને Sell કરી દીધી છે. સાથે જ શેર પર 330 રૂપિયા કરી દીધી છે. Citi એ સ્ટોક પર વેચાવલીની રેટિંગને યથાવત રાખી છે. શેર પર 295 રૂપિયા પ્રતિ શેર ટાર્ગેટ કર્યો છે. 

(અહીં શેરમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજે આપી છે. આ ZEE 24 KALAK નો વિચાર નથી. રોકાણ કરતાં પહેલાં પોતાના એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news