Petrol-Diesel બાદ CNG માં ભાવ વધારો, રાંધણ ગેસમાં પણ વધારાથી Kitchen Queen મૂઝવણમાં

પેટ્રોલ અને ડીઝલ બાદ હવે CNG અને ઘરે ઘેર રસોઈ માટે પાઈપલાઈનમાં આપવામાં આવતા PNG ગેસની કિંમતોમાં વધારો થયો છે. અદાણીના કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસના ભાવમાં કિલોદીઠ 95 પૈસાનો વધારો થયો છે. જ્યારે PNG ની કિંમતમાં સ્ટાન્ડર્ડ ક્યૂબિક મીટરે રૂપિયા 1.29 નો વધારો થયો છે.
Petrol-Diesel બાદ CNG માં ભાવ વધારો, રાંધણ ગેસમાં પણ વધારાથી Kitchen Queen મૂઝવણમાં

આશ્કા જાની/ અમદાવાદ: પેટ્રોલ અને ડીઝલ બાદ હવે CNG અને ઘરે ઘેર રસોઈ માટે પાઈપલાઈનમાં આપવામાં આવતા PNG ગેસની કિંમતોમાં વધારો થયો છે. અદાણીના કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસના ભાવમાં કિલોદીઠ 95 પૈસાનો વધારો થયો છે. જ્યારે PNG ની કિંમતમાં સ્ટાન્ડર્ડ ક્યૂબિક મીટરે રૂપિયા 1.29 નો વધારો થયો છે.

16 મી ફેબ્રુઆરીની મધરાતથી આ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અદાણી ટોટલ ગેસે કરેલા ભાવ વધારાના પરિણામે અમદાવાદ, ખેડા, બરવાળા અને સુરેન્દ્રનગરના અદાણી ગેસના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં CNG ના કિલોદીઠ ભાવ વધીને 54.95 રૂપિયા થઈ ગયા છે. તો સ્ટાન્ડર્ડ ક્યૂબિકક મીટરના 27.77 રૂપિયાના ભાવે વેચાતા PNG નો ભાવ સ્ટાન્ડર્ડ ક્યૂબિક મીટરે રૂપિયા 1.29 વધીને 29.06 રૂપિયા થયો છે.

એટલું જ નહીં, આ ઉપરાંત તેના પર અમદાવાદમાં ટેક્સ પણ લગાવવામાં આવશે. નવસારી વિસ્તારના અદાણી ગેસના ગ્રાહકોને માથે પણ નવા ભાવ વધારાને પરિણામે ખર્ચ બોજ વધશે. અદાણી પાસેથી ઘરે ઘરે રાંધણગેસ માટે PNGની પાઈપલાઈનનું જોડાણ લેનારાઓની સંખ્યા ગુજરાતમાં 4 લાથી વધારે છે અને ગુજરાતમાં CNG થી ચાલતા વાહનોની સંખ્યા 10 લાખથી વધુ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news