યુદ્ધના ધોરણે ગુજરાતમાં ચૂંટણી જંગની તૈયારીઓ શરૂ, EVM ડિસ્પેચની કામગીરીમાં વ્યસ્ત બન્યા કર્મચારીઓ

આવતીકાલે 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. મહાનગરપાલિકાના મતદાન માટે તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગરમાં તમામ બૂથ પર યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે. આવતીકાલે યોજાનાર ચૂંટણી માટે ઇવીએમ (EVM) મશીનના ડિસ્પેચની કામગીરી તંત્રએ હાથ ધરી છે.. 
યુદ્ધના ધોરણે ગુજરાતમાં ચૂંટણી જંગની તૈયારીઓ શરૂ, EVM ડિસ્પેચની કામગીરીમાં વ્યસ્ત બન્યા કર્મચારીઓ

ઝી મીડિયા/બ્યૂરો :આવતીકાલે 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. મહાનગરપાલિકાના મતદાન માટે તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગરમાં તમામ બૂથ પર યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે. આવતીકાલે યોજાનાર ચૂંટણી માટે ઇવીએમ (EVM) મશીનના ડિસ્પેચની કામગીરી તંત્રએ હાથ ધરી છે.. 

અમદાવાદમાં ચૂંટણી કામગીરીનો ધમધમાટ
અમદાવાદ શહેરમાં કુલ 16 સ્થળો પર કામગીરી શરૂ થઈ છે. દરેક મતદાન મથક માટે મશીનરી વહેંચણી પ્રક્રિયા હાથ ધરાઈ છે. એક સ્થળ પરથી 3 વોર્ડમાં EVM મશીન પહોંચાડવામાં આવી રહ્યાં છે. શહેરના 48 વોર્ડ માટે 16 રિટર્નિંગ ઓફિસરને કામગીરી સોંપાઈ છે. ચૂંટણીલક્ષી કામગીરી માટે 28 હજારથી વધુ પોલિંગ સ્ટાફ ઉપલબ્ધ કરાવાયો છે. અમદાવાદ મનપા માટે 4450 EVM અને 455 EVM ની વહેંચણી થશે. અમદાવાદમાં ચૂંટણી માટે 22,450નો ચૂંટણી સ્ટાફ સેવા આપશે. આ ઉપરાંત રિઝર્વ ચૂંટણી સ્ટાફ મળી કુલ 28 હજારથી વધારેનો ચૂંટણી સ્ટાફ ઉપલબ્ધ રહેશે. સુરક્ષા માટે પોલીસનું દરેક પોલીંગ બૂથ પર ડિપ્લોયમેન્ટ થશે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 46.22 લાખ મતદારો નોંધાયા છે.

આ પણ વાંચો : ગુજરાતને મળ્યાં રાજ્યસભાના નવા 2 સાંસદ, રામ મોકરીયા અને દિનેશ પ્રજાતિ બિનહરીફ જીત્યા

સુરતમાં મતદાન માટે 3185 બુથની વ્યવસ્થા
સુરત મહાનગર પાલિકાના મતદાન માટે અધિકારીઓને EVMની ફાળવણી કરવામાં આવી રહી છે. સુરતમાં મતદાન માટે 3 હજાર 185 બુથની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સુરત મનપાના 30 વોર્ડમાં 18 આરઓ ફરજ બજાવશે. જેમાં એક બૂથમાં અંદાજે 1 હજાર 32 મતદારો મતદાન કરશે. તો મતદાન માટે તાલીમ આપ્યા બાદ કર્મચારીઓને EVM મશીન સોંપવામાં આવ્યા છે. સાથે મતદાન માટે ફરજ માટે કર્મચારીઓને અલગ અલગ સ્થળોની ફાળવણી કરવામાં આવી છે. સાથે મતદાન પ્રક્રિયામાં કોઈ અડચણ ન થાય તેના માટે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે.

No description available.

વડોદરામાં દિવ્યાંગ મતદારો માટે ખાસ વ્યવસ્થા 
વડોદરા મહાનગર પાલિકાના મતદાન માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અહી પણ મતદાન માટે કર્મચારીઓને EVMની ફાળવણી કરાઈ છે. વડોદરા શહેર કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારીની હાજરીમાં ડિસ્પેચની કામગીરી ચાલી રહી છે. તમામ બૂથ પર PPE કીટ, સેનેટાઈઝર, ગ્લોઝ, માસ્ક સહિતની કીટ પહોંચાડાઈ છે. આ વિશે વડોદરાના કલેક્ટરે જણાવ્યું કે, ચૂંટણી માટે 4000 જેટલા પોલીસકર્મી બંદોબસ્તમાં રહેશે. તો દિવ્યાંગ મતદારો માટે 155 વ્હીલચેરની વ્યવસ્થા કરાઈ છે. વડોદરા મહાનગરપાલિકામાં કુલ 14.46 લાખ મતદારો મતદાન કરશે. 

No description available.

ભાવનગરમાં 211 ઉમેદવારો વચ્ચે આવતીકાલે જંગ
ભાવનગર મહાનગરપાલિકાની આવતીકાલે યોજાનાર ચૂંટણી માટે ઇવીએમ મશીનના ડિસ્પેચની કામગીરી તંત્રએ હાથ ધરી છે. ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડ માટે 211 જેટલા ઉમેદવારો મેદાને છે. જેમાં ભાજપના 52, કોંગ્રેસના 51 સહિત અન્ય પક્ષના ઉમેદવારો ચૂંટણી માટે મેદાને છે. મહાનગરપાલિકા ના 13 વોર્ડ ના 211 ઉમેદવારો માટે કુલ 469 મતદાન મથક તેમજ 538 ઇવીએમ અને કન્ટ્રોલ યુનિટ તેમજ બેલેટીંગ સહિત 1076 યુનિટના ડિસ્પેચ માટે શહેરમાં 4 કેન્દ્રો પર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news