PPF માં પૈસા રોકનારાઓને જલસા, 2.69 લાખ રૂપિયાનો એકસ્ટ્રા ફાયદો...! નોંધી લેજો 5 એપ્રિલની તારીખ

PPF Scheme interest rate : પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (Public Provident Fund) માં રોકાણ કરનારાઓ માટે 5 એપ્રિલની તારીખ ખૂબ જરૂરી છે. જો તમે 5 એપ્રિલ સુધી રોકાણ કર્યું તો તમને લાખોનું નુકસાન થઇ શકે છે. જે તમને મસમોટો ફાયદો કરી શકે છે. 
 

PPF માં પૈસા રોકનારાઓને જલસા, 2.69 લાખ રૂપિયાનો એકસ્ટ્રા ફાયદો...! નોંધી લેજો 5 એપ્રિલની તારીખ

PPF Scheme News: પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (Public Provident Fund) માં રોકાણ કર્યું છે તો તમારે માટે કામના સમાચાર છે. પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (Public Provident Fund) માં રોકાણ કરનારાઓ માટે 5 એપ્રિલની તારીખ ખૂબ જરૂરી છે. જો તમે 5 એપ્રિલ સુધી રોકાણ કર્યું તો તમને લાખોનું નુકસાન થઇ શકે છે. એવામાં જો તમે હપ્તો જમા કરાવી રહ્યા છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે 1.5 લાખ રૂપિયા 5 તારીખ પહેલાં જ જમા કરાવી દો. આવો તમને સમજાવીએ કે પુરી ગણતરી શું છે- 

પૈસાને 5 એપ્રિલ પહેલાં જ જમા કરાવી લો

પીપીએફ એકાઉન્ટમાં વ્યાજની ગણતરી દર મહિનાની 5 તારીખ મુજબ થાય છે. જો પીપીએફ રોકાણ નાણાકીય વર્ષ માટે એક હપ્તામાં પેમેન્ટ કરી રહ્યા છો તો વધુ કમાણી માટે તે આ પૈસાને 5 એપ્રિલ પહેલાં જ જમા કરાવી લો. તેનાથી રોકાણ કરનારાઓને મહિનાના વ્યાજનો ફાયદો મળી જશે. 

5 તારીખ પહેલાં રોકાણ પર મળશે 18.18 લાખ રૂપિયા વ્યાજ
હાલ પીપીએફ એપ્રિલ-જૂન 2024 ત્રિમાસિક માટે વાર્ષિક 7.1 વ્યાજ મળી રહ્યું છે. આ વ્યાજ દર PPF ખાતાના 15 વર્ષના કાર્યકાળ માટે રહે છે. વ્યક્તિ આગામી 15 વર્ષ માટે 5 એપ્રિલ અથવા તે પહેલાં દર વર્ષે 1.5 લાખ રૂપિયા જમા કરાવવા પર 18.18 લાખ રૂપિયાનું વ્યાજ મેળવશે.

5 તારીખ પછી રોકાણ પર 2.69 લાખનું નુકસાન
તો બીજે તરફ પીપીએફ ખાતાધારક 5 એપ્રિલ બદ જમા કરાવે છે તો તેને 15.84 લાખ રૂપિયાનું વ્યાજ મળશે. 5 એપ્રિલ પછી એકમ રકમનું રોકાણ કરવાથી PPF ખાતાધારકને 15 વર્ષના સમયગાળામાં રૂ. 2.69 લાખનું નુકસાન થશે.

આ પૈસા પર એપ્રિલમાં નહી મળે વ્યાજ
માની લો કે કોઇ પીપીએફ ખાતાધારક 15 એપ્રિલના રોજ પીપીએફ ખાતમાં પૈસા જમા કરે છે. પીપીએફ ખાતાના નિયમો અનુસાર તેના મંથલી વ્યાજની ગણતરી 5 એપ્રિલથી 30 એપ્રિલની વચ્ચે સૌથી ઓછા બેલેન્સ પર કરવામાં આવે છે. 15 એપ્રિલના રોજ જમા કરવામાં આવેલી રકમ તમને એપ્રિલ મહિનામાં વ્યાજનો ફાયદો નહી મળે. 

અત્યારે મળે છે 7.1 ટકા વ્યાજ
તમને જણાવી દઇએ કે અત્યારે પીપીએફમાં 7.1 ટકાના દરથી વ્યાજ મળી રહ્યું છે. દર મહિનાની 5 તારીખથી મહિનાની અંતિમ તારીખ વચ્ચે જે પણ ન્યૂનતમ બેલેન્સ રહે છે તેના પર તે મહિનો વ્યાજ સાથે જોડાય છે 5 તારીખ પછી જે પણ પૈસા જમા કરશો તેના પર આગલા મહિનાથી વ્યાજ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news