Post Office ની આ સ્કીમ સામાન્ય વ્યક્તિને પણ બનાવી શકે છે કરોડપતિ, બસ અપનાવો આ ટ્રિક
સામાન્ય વ્યક્તિને રોકાણ કરવા સમયે સૌથી મોટું જોખમ તે લાગે છે કે ક્યાંક તેના પૈસા ડૂબી ન જાય, પરંતુ અમે તમને પોસ્ટ ઓફિસની જે સ્કીમ વિશે જણાવી રહ્યાં છીએ તે સરકારની ગેરંટીવાળી સ્કીમ છે. એટલે કે તમારા પૈસા સુરક્ષિત રહેશે.
Trending Photos
નવી દિલ્હીઃ જો તમે કરોડપતિ બનવાનું સપનું જુઓ છો તો અમે તમને જણાવીશું તે રીતે જે તમારા આ સપનાને હકીકતમાં પલટી શકે છે અને તમને કોઈપણ સ્થિતિમાં કરોડપતિ બનાવી શકે છે. પરંતુ તે માટે તમારે અનુશાસિત રોકાણની સાથે થોડું ધૈર્ય રાખવું પડશે કારણ કે આ કામ એક દિવસમાં ન થાય. સામાન્ય વ્યક્તિને રોકાણ કરવા સમયે સૌથી મોટું જોખમ તે લાગે છે કે ક્યાંક તેના પૈસા ડૂબી ન જાય, પરંતુ અમે તમને પોસ્ટ ઓફિસની જે સ્કીમ વિશે જણાવી રહ્યાં છીએ તે સરકારી ગેરંટીવાળી સ્કીમ છે, એટલે કે તમારા પૈસા સંપૂર્ણ રીતે તેમાં સુરક્ષિત રહેશે.
અમે વાત કરી રહ્યાં છીએ પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ એટલે કે PPFની. 15 વર્ષના ટેન્યોરવાળી આ સ્કીમ દરેક વ્યક્તિને કરોડપતિ બનાવી શકે છે. બસ તે માટે તમારે એક ટ્રિક અપનાવવી પડશે. અહીં જાણો કઈ રીતે PPF દ્વારા કોઈપણ વ્યક્તિ કરોડપતિ બની શકે છે.
કરોડપતિ બનવાની આ ટ્રિક
પીપીએફમાં કોઈપણ વ્યક્તિ મહત્તમ 1.5 લાખ રૂપિયા વર્ષે જમા કરી શકે છે અને મિનિમમ ડિપોઝિટ લિમિટ 500 રૂપિયા વાર્ષિક છે. આ સ્કીમ પર વર્તમાન સમયમાં 7.1 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. હવે કરોડપતિ બનવા માટે આ સ્કીમમાં તમારે વાર્ષિક 1.5 લાખ રૂપિયા જમા કરવા પડશે. આમ તો આ સ્કીમ 15 વર્ષમાં મેચ્યોર થાય છે, પરંતુ તેને 5-5 વર્ષના બ્લોકમાં એક્સટેન્ડ પણ કરાવી શકાય છે. તમારે બસ આ ટ્રિકનો ઉપયોગ કરવાનો છે કે તમારા પીપીએફ એકાઉન્ટને કોન્ટ્રીબ્યૂશનની સાથે ઓછામાં ઓછા બે વખત 5-5 વર્ષના બ્લોકમાં એક્સટેન્ડ કરાવવાનું છે. એટલે કે ઓછામાં ઓછા 25 વર્ષ માટે તમારે વર્ષે 1.5 લાખ રૂપિયા (12500 રૂપિયા મહિને) જમા કરાવવાના છે.
જો તમે આ કરો તો 25 વર્ષમાં તમે કુલ 37,50,000 રૂપિયાનું રોકાણ કરશો. 7.1 ટકા વ્યાજદર પ્રમાણે તમને વ્યાજ તરીકે 65,58,015 રૂપિયા મળશે. આ રીતે તમને રોકાણ અને તેના પર મળનારા વ્યાજની રકમ ભેગી કરી 25 વર્ષ બાદ તમને કુલ 1,03,08,015 રૂપિયા મળશે. તો તમે આ સ્કીમમાં 30 વર્ષ સુધી યોદગાન આપવાનું જારી રાખો છો તો મેચ્યોરિટી પર 1,54,50,911 રૂપિયા પ્રાપ્ત કરી શકો છો અને 35 વર્ષ સુધી રોકાણ કરો તો મેચ્યોરિટી પર 2,26,97,857 રૂપિયા મળશે. પીપીએફ સ્કીમનો એક ફાયદો તે પણ છે કે તેમાં જમા થનાર પૈસા, મળનાર વ્યાજ અને મેચ્યોરિટી પર મળનાર રકમ સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે