સારા સમાચાર! વધી શકે છે Retirement ની ઉંમર અને Pension ની રકમ, જાણો શું છે સરકારની યોજના

કર્મચારીઓ માટે ટૂંક સમયમાં સારા સમાચાર આવી શકે છે. હકીકતમાં, પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર સમિતિ દ્વારા એક સૂચન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં કામ કરવા માટે લોકોની વય મર્યાદા વધારવી જોઈએ

સારા સમાચાર! વધી શકે છે Retirement ની ઉંમર અને Pension ની રકમ, જાણો શું છે સરકારની યોજના

નવી દિલ્હી: કર્મચારીઓ માટે ટૂંક સમયમાં સારા સમાચાર આવી શકે છે. હકીકતમાં, પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર સમિતિ દ્વારા એક સૂચન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં કામ કરવા માટે લોકોની વય મર્યાદા વધારવી જોઈએ. આ સાથે પીએમની આર્થિક સલાહકાર સમિતિએ કહ્યું છે કે દેશમાં નિવૃત્તિની વય વધારવાની સાથે યુનિવર્સલ પેન્શન સિસ્ટમ પણ શરૂ કરવી જોઈએ.

સીનિયર સિટીઝનની સુરક્ષા
રિપોર્ટ અનુસાર, આ સૂચન હેઠળ કર્મચારીઓને દર મહિને ઓછામાં ઓછું 2000 રૂપિયાનું પેન્શન આપવું જોઈએ. તમને જણાવી દઈએ કે આર્થિક સલાહકાર સમિતિએ દેશમાં વરિષ્ઠ નાગરિકોની સલામતી માટે વધુ સારી વ્યવસ્થાની ભલામણ કરી છે.

સ્કિલ ડેવલપમેન્ટ પણ છે જરૂરી
આ અહેવાલ મુજબ, જો કાર્યકારી વયની આબાદી વધારવી હોય તો નિવૃત્તિની ઉંમર વધારવાની તીવ્ર જરૂર છે. સામાજિક સુરક્ષા વ્યવસ્થા પર દબાણ ઘટાડવા માટે આ કરી શકાય છે. રિપોર્ટમાં 50 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે સ્કિલ ડેવલપમેન્ટની પણ વાત કરવામાં આવી છે.

સરકારે બનાવવી જોઈએ નીતિ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારે આવી નીતિઓ બનાવવી જોઈએ જેથી કૌશલ્ય વિકાસ થઈ શકે. આ પ્રયાસમાં અસંગઠિત ક્ષેત્રમાં રહેતા લોકો, દૂરના વિસ્તારો, શરણાર્થીઓ, સ્થળાંતર કરનારાઓનો પણ સમાવેશ થવો જોઈએ જેમની પાસે તાલીમ મેળવવાના સાધન નથી, પરંતુ તેમનું 
ટ્રેન થવું જરૂરી છે.

વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસ 2019 રિપોર્ટ
નોંધનીય છે કે વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસ 2019 મુજબ વર્ષ 2050 સુધીમાં ભારતમાં લગભગ 32 કરોડ વરિષ્ઠ નાગરિકો હશે. એટલે કે દેશની લગભગ 19.5 ટકા વસ્તી નિવૃત્ત વર્ગમાં જશે. વર્ષ 2019 માં, ભારતની લગભગ 10 ટકા વસ્તી અથવા 140 મિલિયન લોકો વરિષ્ઠ નાગરિકોની શ્રેણીમાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news