પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, 'અર્થવ્યવસ્થાને લઇને ચિંતાની જરૂર નથી'

વડાપ્રધાન નરેંદ્ર મોદી (Narendra Modi) એ કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા (Economy) વિશે ચિંતા કરવાની જરૂર નથી. એસોચૈમ (ASSOCHAM)ના 100 વર્ષ પુરા થતાં એક કાર્યક્રમમાં બોલતાંન પીએમ મોદીએ કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા તેમની સરકાર આવતાં પહેલાં ડિઝાસ્ટર તરફથી વધી રહી હતી અને માહોલ બનાવ્યો અને તેને ડિઝાસ્ટર તરફ જતાં અટકાવી છે. 

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, 'અર્થવ્યવસ્થાને લઇને ચિંતાની જરૂર નથી'

નવી દિલ્હી: વડાપ્રધાન નરેંદ્ર મોદી (Narendra Modi) એ કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા (Economy) વિશે ચિંતા કરવાની જરૂર નથી. એસોચૈમ (ASSOCHAM)ના 100 વર્ષ પુરા થતાં એક કાર્યક્રમમાં બોલતાંન પીએમ મોદીએ કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા તેમની સરકાર આવતાં પહેલાં ડિઝાસ્ટર તરફથી વધી રહી હતી અને માહોલ બનાવ્યો અને તેને ડિઝાસ્ટર તરફ જતાં અટકાવી છે. 

પીએમ મોદીએ કહ્યું કે 'એક સમય જૂની સરકારમાં એક તૃમાસિક GDP 3.5% સુધી ઘટી ગઇ હતી. કંઝ્યૂમર મોંઘવારી ઇન્ડેક્સ 9.4% સુધી વધી ગયો હતો, જથ્થાબંધ મોંઘવારી પણ 5%થી ઉપર હતી, નાણાકીય નુકસાન 5.6% સુધી વધી ગયું હતું. તે સમયે GDPની ઘણી વાતો નિરાશાજનક હતી.  

પીએમ મોદીએ ઇશારા ઇશારમાં કહી દીધું કે જ્યારે કોઇ તેની એટલી તુલનાની વાત કરતું ન હતું. વડાપ્રધાને કહ્યું કે હું તે વિવાદમાં ઉતરવા માંગતો ન હતો કે લોકો ત્યારે ચૂપ કેમ હતા, ઉતાર ચઢાવ પહેલાં પણ આવ્યા પરંતુ દેશમાં તે સામર્થ છે કે તે પહેલાં કરતાં વધુ મજબૂત થઇને નિકળે છે, અત્યારે પણ પહેલાં કરતાં વધુ મજબૂત થઇને નિકળશે, ભવિષ્ય માટે ઇરાદા અને મનોબળ અડગ છે એ વાત કહેવાની જરૂર નથી આ અમારી સરકારની ઓળખ છે.

5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી રોડમેપનો ટાર્ગેટ આપતાં મોદીએ એવા ઘણા કામ ગણાવ્યા જેનાથી દેશની અર્થવ્યવસ્થાને સુધારી શકાય જેમાં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો મજૂરનું ધ્યાન રાખતાં કંપનીઓ માટે સરળ શ્રમ કાયદો, જીએસટી, સ્ટાર્ટ અપ માટે માહોલની વાત કરી હતી. કોર્પોરેટ ટેક્સ કટ પર તો મોદીએ પડકાર આપ્યો કે રેકોર્ડ ઉથલાવીને જોઇ લો 100 વર્ષમાં અત્યાર સુધી આ ટેક્સનો સૌથી ઓછો દર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news