કિસાનો માટે દર મહિને 3 હજાર રૂપિયા પેન્શન, મોદી સરકારની આ સ્કીમનો ઉઠાવો ફાયદો


આ યોજના 18થી 40 વર્ષના ઉંમર વર્ગ માટે છે. આ યોજનાનો ફાયદો 2 હેક્ટર સુધીની ખેતી યોગ્ય જમીનવાળા તમામ નાના અને સીમાંત કિસાન ઉઠાવી શકે છે. તે હેઠળ 60 વર્ષની ઉંમર બાદ કિસાનોને દર મહિને 3 હજાર રૂપિયાનું પેન્શન મળશે. 

કિસાનો માટે દર મહિને 3 હજાર રૂપિયા પેન્શન, મોદી સરકારની આ સ્કીમનો ઉઠાવો ફાયદો

નવી દિલ્હીઃ PM Kisan Maandhan Yojana: નરેન્દ્ર મોદી સરકારે પોતાના કાર્યકાળમાં કિસાનો માટે ઘણી સ્કીમ લોન્ચ કરી છે. તેમાંથી એક સ્કીમ છે- પ્રધાનમંત્રી કિસાન માનદન યોજના. નાના અને સીમાંત કિસાનો માટે શરૂ કરવામાં આવેલી આ યોજનાનો ઇરાદો પેન્શનની રકમ નક્કી કરવાનો છે.

આ યોજના 18થી 40 વર્ષના ઉંમર વર્ગ માટે છે. આ યોજનાનો ફાયદો 2 હેક્ટર સુધીની ખેતી યોગ્ય જમીનવાળા તમામ નાના અને સીમાંત કિસાન ઉઠાવી શકે છે. તે હેઠળ 60 વર્ષની ઉંમર બાદ કિસાનોને દર મહિને 3 હજાર રૂપિયાનું પેન્શન મળશે. જો આ પહેલાં કિસાનનું મૃત્યુ થઈ જાય તો કિસાનની પત્નીને પરિવાર પેન્શનના રૂપમાં 50 ટકા પેન્શન મળશે. પારિવારિક પેન્શન માત્ર પતિ કે પત્ની પર લાગૂ થાય છે. 

કેટલા રૂપિયાનું યોગદાન
દર મહિને 3 હજાર રૂપિયા પેન્શન માટે 55 રૂપિયાથી 200 રૂપિયા સુધીનું યોગદાન આપવું પડશે. 18 વર્ષની ઉંમરમાં 55 રૂપિયા જ્યારે 40 વર્ષની ઉંમરમાં 200 રૂપિયા યોગદાન આપવું પડશે. અલગ-અલગ ઉંમર પ્રમાણે યોગદાનની રકમ અલગ હશે. 

પરંતુ આ યોજનામાં વધુમાં વધુ 200 રૂપિયા સુધીનું યોગદાન આપવું પડશે. પેન્શનની રકમ માટે કિસાનોની પાસે જે જરૂરી દસ્તાવેજો છે તે હોવા જોઈએ તેમાં આધાર કાર્ડ, બેન્ક એકાઉન્ટ/ પીએમ- કિસાન ખાતુ સામેલ છે. સ્કીમ વિશે વધુ વિગત જાણવા માટે https://maandhan.in/scheme/pmkmy લિંક પર ક્લિક કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news