Petrol Price 20 February 2021 Update: સતત 12મા દિવસે વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, પેટ્રોલના ભાવમાં 18.69 રૂપિયાનો વધારો

આ વર્ષે અત્યાર સુધી 20 વાર પેટ્રોલના ભાવ વધ્યા છે. જો આજની કિંમતોની તુલના ઠીક એક વર્ષ પહેલાંના ભાવ સાથે કરીએ તો 20 ફેબ્રુઆરી 2020ના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 71.89 રૂપિયા પ્રતિ લીટર હતો.

Petrol Price 20 February 2021 Update: સતત 12મા દિવસે વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, પેટ્રોલના ભાવમાં 18.69 રૂપિયાનો વધારો

નવી દિલ્હી: Petrol Price 20 February 2021 Update: મોંઘવારીના મારથી જનતા બેહાલ છે. ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમતોની ખરાબ અસર ખિસ્સા પર પડી રહે છે. ગત 12 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. જેથી ઓઇલના ભાવ આસમાને પહોંચી ગયા છે. મોંઘવારીની મારથી જનતા પરેશાન છે પરંતુ સરકાર તરફથી હાલ કોઇ રાહત જોવા મળી રહી નથી. 

પેટ્રોલ સતત 12 દિવસે મોંઘું થયું
પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 39 પૈસાનો જ્યારે ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 37 પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલની કિંમત 87.75 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે અમદાવાદમાં ડીઝલની કિંમત 87.17 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે દિલ્હીમાં આજે પેટ્રોલ 90.58 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે, મુંબઇમાં પણ પેટ્રોલ 97.00 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે. કલકત્તામાં આજે પેટ્રોલ 91.78 પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે અને ચેન્નઇમાં પેટ્રોલનો ભાવ 92.59 રૂપિયા પ્રતિ લીટર છે. 

આ વર્ષે 20 વખત વધ્યા ભાવ
આ વર્ષે અત્યાર સુધી 20 વાર પેટ્રોલના ભાવ વધ્યા છે. જો આજની કિંમતોની તુલના ઠીક એક વર્ષ પહેલાંના ભાવ સાથે કરીએ તો 20 ફેબ્રુઆરી 2020ના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 71.89 રૂપિયા પ્રતિ લીટર હતો. એટલે કે પેટ્રોલ 18.69 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે. સ્થિતિ એટલી હદે ખરાબ છે કે દેશના ઘણા શહેરોમાં તો પેટ્રોલની કિંમત શતક મારી ચૂકી છે. 

ડીઝલ પર મોંઘવારીની માર
પેટ્રોલ બાદ હવે ડીઝલના ભાવમાં સતત વધારાની વાત કરીએ. અમદાવાદમાં ડીઝલની કિંમત 87.17 રૂપિયા પ્રતિ લિટર છે, મુંબઇમાં ડીઝલ 88.06 રૂપિયા પ્રતિ લીટર છે જોકે અત્યાર સુધીનો સૌથી મોઘો ભાવ છે. દિલ્હીમાં 80.97 રૂપિયા પ્રતિ લીટર, કલકત્તામાં 84.56 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઇમાં ડીઝલનો ભાવ 85.98 રૂપિયા પ્રતિ લીટર છે. 

રોજ સવારે 6 વાગ્યે બદલાય છે કિંમત
રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને બાકી અન્ય બાબતો જોડીને તેનો ભાવ લગભગ ડબલ થઈ જાય છે. તમે તમારા મોબાઈલમાં RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમારા મોબાઈલ પર તરત તમારા શહેરનો પેટ્રોલ અને ડીઝલનો ભાવ આવી જશે. 

કેમ વધી રહ્યાં છે પેટ્રોલ ડીઝલના ભાવ
કારણ નંબર - 1 : પેટ્રોલ ડીઝલની કિંમતો બેલગામ કેમ થઈ રહી છે, તેની પાછળ સરકારનો તર્ક છે કે ઓક્ટોબરથી લઈને અત્યાર સુધી કાચા તેલનો ભાવ 50 ટકા વધીને 63.3 ડોલરને પાર પહોંચી ગયો છે. આ વર્ષે અત્યાર સુધી કાચા તેલ 21 ટકા સુધી મોંઘુ થઈ ગયું છે. કેમ કે, દુનિયાભરમાં આર્થિક ગતિવિધિઓમાં સારી પ્રગતિ દેખાઈ રહી છે. જોકે, આ કારણ પૂરતુ નથી. કેમ કે, ગત વર્ષે જાન્યુઆરીમાં કાચા તેલની કિંમતમાં આજની સરખામણીમાં બહુ જ સારું હતું. આમ છતાં લોકોને પેટ્રોલ ડીઝલ મોંઘું મળી રહ્યું છે. 

આ પણ વાંચો : 

કારણ નંબર-2 : પેટ્રોલ ડીઝલ મોંઘુ થવા પાછળ સૌથી મોટું કારણ એ છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ. 2020ની શરૂઆતમાં પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુ 19.98 રૂપિયા હતી, જે વધીને 32.98 રૂપિયા કરી દીધી છે. આ રીતે ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી 15.83 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 31.83 રૂપિયા પ્રતિ લીટર કરી દીધી છે. 

કારણ નંબર-3 : કેન્દ્ર ઉપરાંત રાજ્ય સરકારો પણ પેટ્રોલ ડીઝલ પર VAT વધાર્યું છે. દિલ્હી સરકારે જ પેટ્રોલ પર  VAT 27 ટકાથી વધારીને 30 ટકા કરી દીધું છે. જ્યારે કે ડીઝલ પર VAT મે મહિનામાં 16.75 ટકાથી વધારીને 30 ટકા કરી દીધું છે. પરંતુ જુલાઈમાં ફરીથી ઘટાડીને 16.75 ટકા કરી દીધું હતું. પેટ્રોલની બેઝ પ્રાઈસ 31.82 રૂપિયા પ્રતિ લીટર છે. આવામાં કેન્દ્ર અને રાજ્યોનો ટેક્સ મિક્સ કરીને જોવા જઈએ તો બેઝ પ્રાઈઝથી 180 ટકાની નજીક ટેક્સ વસૂલે છે. આ રીતે સરકારો ડીઝલની બેઝ પ્રાઈસથી 141 ટકા વેક્સ વસૂલી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news