Petrol-Diesel price Today: સતત 12 દિવસ ભાવ વધ્યા બાદ આજે ઓઈલ કંપનીઓએ આપી રાહત, જાણો પેટ્રોલ-ડીઝલના રેટ
સતત 12 દિવસ સુધી ભાવ વધારા બાદ આજે ઓઈલ કંપનીઓએ ગ્રાહકોને રાહત આપી છે. જાણો એક લીટર પેટ્રોલ અને ડીઝલના આજે શું ભાવ છે.
Trending Photos
Petrol Price Today 22 February 2021 Update: આજે સતત બીજા દિવસે પેટ્રોલ (Petrol) અને ડીઝલના ભાવમાં વધારો થયો નથી. આ અગાઉ 9 ફેબ્રુઆરીથી સતત 12 દિવસ પેટ્રોલ ડીઝલ (Deisel) ના ભાવ વધ્યા હતા. જો કે ઓઈલ કંપનીઓએ ભાવ ઘટાડ્યા નથી પરંતુ સ્થિર રાખ્યા છે. એટલે કે મોંઘવારીની આંચમાં કોઈ ઘટાડો થયો નથી. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 90 રૂપિયા પાર ગયો છે. ચાર મેટ્રો શહેરોમાં મુંબઈમાં પેટ્રોલ સૌથી મોંઘુ 97 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
12 દિવસની આફત બાદ 2 દિવસ રાહત!
પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત 12 દિવસ સુધી વધ્યા હતા. દિલ્હીમાં પેટ્રોલ (Petrol) હવે 90 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે. ડીઝલે (Deisel) ગુરુવારે જ 80 રૂપિયા પ્રતિ લીટરનું સ્તર પાર કર્યું. હવે તે 81 રૂપિયા તરફ વધી રહ્યું છે. દિલ્હી (Delhi) માં સૌથી મોંઘું ડીઝલ ગત વર્ષ જુલાઈના છેલ્લા અઠવાડિયામાં વહેચાયું હતું. ત્યારે ભાવ 81.94 રૂપિયા પ્રતિ લીટર હતું અને પેટ્રોલનો ભાવ 80.43 રૂપિયા પ્રતિ લીટર હતો. એટલે કે તે સમયે પેટ્રોલ કરતા પણ ડીઝલ મોંઘુ બન્યું હતું.
ચાર મેટ્રો શહેરમાં ફ્યૂલના ભાવ
દિલ્હીમાં પેટ્રોલ 90.58 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર 80.97 રૂપિયા છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 97 રૂપિયા અને ડીઝલ 88.06 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ 91.78 રૂપિયા અને ડીઝલ 84.56 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 92.59 રૂપિયા અને ડીઝલ 85.98 રૂપિયા પ્રતિ લીટર છે.
આ રીતે તમારા શહેરના પેટ્રોલ ડીઝલના ભાવ જાણો
તમે તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલના ભાવ SMS દ્વારા જાણી શકો છો. ઈન્ડિયાન ઓઈલના ગ્રાહક RSP લખીને 9224992249 નંબર પર અને BPCL ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર ભાવ મેળવી શકે છે. HPCL ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે.
રોજ સવારે બદલાય છે કિંમતો
પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજ સવારે 6 વાગે બદલાય છે. સવાર 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય ચીજો જોડાયા બાદ તેના ભાવ લગભગ બમણા થઈ જાય છે. વિદેશી મુદ્રાના દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડના ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.
ફ્યૂલ પ્રાઈસ પર નાણામંત્રીએ કરી આ વાત
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ડીઝલ અને પેટ્રોલના આગ ઝરતા ભાવ પર પહેલીવાર નિવેદન આપ્યું. તેમણે શનિવારે કહ્યું કે રિટેલ ભાવને તાર્કિક સ્તરે લાવવા માટે કેન્દ્ર અને રાજ્યોએ મળીને કામ કરવાની જરૂર છે. ભારતમાં પેટ્રોલની રિટેલ પ્રાઈસમાં લગભગ 60 ટકા ભાગ કેન્દ્રીય અને રાજ્યોના કરનો છે. છેલ્લા કેટલાક દિવસમાં પેટ્રોલનો ભાવ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં કેટલીક જગ્યાએ 100 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે. એ જ રીતે ડીઝલના છૂટક ભાવમાં લગભગ 56 ટકા ભાગ કેન્દ્રીય અને રાજ્યોના કરનો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે