Petrol Diesel Price મામલે એક સારા અને એક ખરાબ સમાચાર, જાણો શું છે આજે પેટ્રોલના ભાવ
13 દિવસથી પેટ્રોલ (Petrol Price) અને ડીઝલના ભાવ (diesel prices) નથી વધ્યા તો તમે રાહત અનુભવો છો, તો તમારા માટે એક સારા અને એક ખરાબ સમાચાર છે
Trending Photos
Petrol Diesel Price: 13 દિવસથી પેટ્રોલ (Petrol Price) અને ડીઝલના ભાવ (diesel prices) નથી વધ્યા તો તમે રાહત અનુભવો છો, તો તમારા માટે એક સારા અને એક ખરાબ સમાચાર છે. સારા સમાચાર એ છે કે, કેન્દ્ર સરકાર બાદ હવે દિલ્હી, મુંબઇની રાજ્ય સરકાર પણ પેટ્રોલ (Petrol) ડીઝલને (diesel) GSTના દાયરામાં લાવવા હિમાયત કરવાનું શરૂ કર્યું છે, તો ખરાબ સમાચાર એ છે કે, ગ્લોબલ માર્કેટમાં (global market) ક્રૂડ ઓઈલમાં (Crude oil) આગ લાગી છે. બ્રેંટ ક્રૂડ 70 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયું છે.
છેલ્લે 27 ફેબ્રુઆરીએ વધ્યા હતા ભાવ
પેટ્રોલ (Petrol Price) અને ડીઝલની (diesel prices) કિંમતોમાં છેલ્લો ફેરફાર 27 ફેબ્રુઆરી 2021 ના રોજ થયો હતો, જ્યારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 24 પૈસા અને ડીઝલની કિંમતમાં 15 પૈસાનો વધારો થયો હતો. કિંમતો રેકોર્ડ સ્તરે હોવા છતાં પેટ્રોલ-ડીઝલની કિંમતો (Petrol and diesel) સતત 13 દિવસથી સ્થિર છે. દિલ્હીમાં પેટ્રોલ 91 રૂપિયાને પાર કરી ગયું છે. જો કિંમતો આ રીતે વધતી રહે છે તો મુંબઈમાં પેટ્રોલનો દર થોડા દિવસોમાં 100 રૂપિયા પર પહોંચી જશે, હવે પેટ્રોલ 97.57 રૂપિયા પ્રતિ લિટર છે.
બે રાજ્યોમાં પેટ્રોલ 101 રૂપિયાને પાર
ફેબ્રુઆરીમાં બે રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પેટ્રોલ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયું હતું. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ હજી પણ 101.84 રૂપિયા છે જે દેશમાં સૌથી મોંઘુ છે, જ્યારે ડીઝલ 93.77 રૂપિયા પ્રતિ લિટર છે. મધ્યપ્રદેશના અનુપુરમાં પેટ્રોલ 101.59 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 91.97 રૂપિયા પ્રતિ લિટર પર ઉપલબ્ધ છે.
છેલ્લા 13 દિવસથી પેટ્રોલ અને ડીઝલમાં શાંતિ
પેટ્રોલ હજી દિલ્હીમાં 91.17 રૂપિયા પ્રતિ લિટર પર ઉપલબ્ધ છે. જે એક નવો રેકોર્ડ છે. મુંબઈમાં પણ પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 97.47 રૂપિયા છે, કોલકાતામાં પેટ્રોલ 91.35 રૂપિયા છે. ચેન્નઇમાં છેલ્લા 13 દિવસથી પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 93.11 રૂપિયા છે.
પેટ્રોલ બાદ ડીઝલની કિંમતો પણ ફુગાવાના નવા આકાશમાં પહોંચી ગઈ છે. મુંબઈમાં ડીઝલ 88.60 રૂપિયા પ્રતિ લિટર છે, જે અત્યાર સુધીનો સૌથી મોંઘો દર છે. દિલ્હીમાં ડીઝલ 81.47 રૂપિયા પ્રતિ લિટર છે, કોલકાતામાં ડીઝલ 84.35 રૂપિયા પ્રતિ લિટર છે, ચેન્નાઈમાં ડીઝલનો દર પ્રતિ લિટર 86.45 રૂપિયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે