LPG Discount: 9 રૂપિયામાં મળી જશે 809ની કિંમતનો LPG ગેસ સિલિન્ડર, 31 મે સુધી છે ઓફર

LPG Gas Booking Offer On Paytm -  તમે પેટ્રોલ-ડીઝલની કિંમતો પર છૂટ મેળવી શકતા નથી કારણ કે તે તેલ કંપનીઓના હવાલે છે, પરંતુ તમે એલપીજી એટલે કે રસોઈ ગેસ સિલિન્ડર પર ભારે છૂટ મેળવી શકો છો. તે પણ 800 રૂપિયા સુધી... જાણો તમામ વિગત
 

LPG Discount: 9 રૂપિયામાં મળી જશે 809ની કિંમતનો LPG ગેસ સિલિન્ડર, 31 મે સુધી છે ઓફર

નવી દિલ્હીઃ  LPG Gas Booking Offer On Paytm - પેટ્રોલ-ડીઝલની કિંમતમાં પણ વધારો થયો છે. તો રસોઈ ગેલની કિંમત 809 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે. તમે પેટ્રોલ-ડીઝલની કિંમતો પર છૂટ મેળવી શકતા નથી કારણ કે તે તેલ કંપનીઓના હવાલે છે, પરંતુ તમે એલપીજી એટલે કે રસોઈ ગેસ સિલિન્ડર પર ભારે છૂટ મેળવી શકો છો. તે પણ 800 રૂપિયા સુધી... જાણો તમામ વિગત

LPG સિલિન્ડર પર 800 રૂપિયા સુધીની છૂટૃ!
Paytm એ આ મહિને એલપીજી બુકિંગ અને પેમેન્ટ પર પોતાના ગ્રાહકો માટે બમ્પર ઓફર શરૂ કરી છે. આ ઓફર હેઠળ ગ્રાહકને 809 રૂપિયામાં મળનાર ગેસ સિલિન્ડર માત્ર 9 રૂપિયામાં મળી શકે છે. આ કેશબેક ઓફર હેઠળ જો કોઈ ગ્રાહક પ્રથમવાર એપ દ્વારા ગેસ સિલન્ડર બુક કરશે તો તેને 800 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે.

31 મે સુધી છે ઓફર
તમે પણ પેટીએમની આ ઓફરનો ફાયદો ઉઠાવવા ઈચ્છો છો તો તમારી પાસે 31 મે 2021 સુધી તક છે. આ ઓફર માત્ર તે યૂઝર્સ માટે છે જે પેટીએમ પર પ્રથમવાર એલજીપી બુક કરાવી રહ્યાં છે. જ્યારે તમે એલપીજી સિલિન્ડરનું બુકિંગ કરાવી પેમેન્ટ પેટીએમથી કરશો તો તમને એક સ્ક્રેચ કાર્ડ મળશે, જેની કેશબેક વેલ્યૂ 800 રૂપિયા હશે. આ ઓફર ઓટોમેટિક એલપીજી સિલિન્ડર બુકિંગ પર એપ્લાય થઈ જશે. આ ઓફર મિનિમમ 500 રૂપિયાના પેમેન્ટ પર લાગૂ પડશે. કેશબેક માટે તમારે સ્ક્રેચ કાર્ડ ખોલવુ પડશે, જે બિલ પેમેન્ટ બાદ તમને મળશે. કેશબેકની રકમ 10 રૂપિયાથી લઈને 800 રૂપિયા સુધી હોઈ શકે છે. આ સ્ક્રેચ કાર્ડનો ઉપયોગ સાત દિવસની અંદર કરવો પડશે.

આ રીતે કરો બુકિંગ
આ ઓફરનો લાભ ઉઠાવવા ઈચ્છો છો તો સૌથી પહેલા તમારા મોબાઇલમાં પેટીએમ એપ ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ પોતાના એલપીજી સિલિન્ડરનું બુકિંગ કરવું પડશે. તે માટે પેટીએણ એપમાં Show more પર જઈને ક્લિક કરો, પછી Recharge and Pay Bills પર ક્લિક કરો. ત્યારબાદ તમને book a cylinder નો વિકલ્પ જોવા મળશે. અહીં જઈને તમારે તમારા ગેસ પ્રોવાઇડરને સિલેક્ટ કરવો પડશે. બુકિંગ પહેલા  FIRSTLPG નો પ્રોમો કોડ નાખવો પડશે. બુકિંગના 24 કલાકની અંદર તમને કેશબેક સ્ક્રેચ કાર્ડ મળી જશે. આ સ્ક્રેચ કાર્ડનો સાત દિવસની અંદર ઉપયોગ કરી લેવો પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news