Paytm Money: પ્રથમ દિવસે LIC IPO માટે 30 વર્ષ કરતાં ઓછી ઉંમરના 45 ટકા લોકોએ કરી અરજી

પેટીએમ મની પ્લેટફોર્મ પર 30 વર્ષથી ઓછી વય ધરાવતા 50 ટકાથી વધુ લોકોએ પ્રથમ દિવસે એલઆઈસી આઈપીઓમાં અરજી કરી છે. પેટીએમ મની ઉપર એલઆઈસી આઈપીઓના ત્રણ રોકાણકારોમાંથી એક પ્રથમ વખત રોકાણ કરનાર ઈન્વેસ્ટર હતા.

Paytm Money:  પ્રથમ દિવસે LIC IPO માટે 30 વર્ષ કરતાં ઓછી ઉંમરના 45 ટકા લોકોએ કરી અરજી

Paytm Money: બ્રાન્ડ પેટીએમની માલિકી ધરાવતી અગ્રણી ડીજીટલ પેમેન્ટસ અને ફાયનાન્સિયલ સર્વિસીસ કંપની વન97 કોમ્યુનિકેશન લિમિટેડે આજે જાહેરાત કરી છે કે તેની સંપૂર્ણ માલિકીની પેટા કંપની પેટીએમ મનીમાં એલઆઈસીના આઈપીઓમાં પ્રથમ દિવસે નવા રોકાણકારોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. અગ્રણી ડીજીટલ બ્રોકરેજ પ્લેટફોર્મે પણ એલઆઈસીના આઈપીઓમાં પ્રથમ દિવસે થયેલી અરજીઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

પ્રથમ દિવસે પેટીએમ મની પરઅરજીઓ કરનારની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા પાંચ આઈપીઓમાં પ્રથમ દિવસે સરેરાશ અરજીઓની તુલનામાં પેટીએમ મની પર 20 ગણા અરજી કરનાર નોંધાયા છે. એલઆઈસી આઈપીઓમાં સરેરાશ મૂડીરોકાણની રકમ 55 ટકા વધારે રહી છે. આ  ઉપરાંત પેટીએમ મની દ્વારા યુપીઆઈનો ઉપયોગ કરીને રોકાણકારોને રૂ.5 લાખ સુધીનું રોકાણ કરવાની સુવિધા આપે છે. 

પેટીએમ મની પ્લેટફોર્મ પર 30 વર્ષથી ઓછી વય ધરાવતા 50 ટકાથી વધુ લોકોએ પ્રથમ દિવસે એલઆઈસી આઈપીઓમાં અરજી કરી છે. 30 વર્ષથી ઓછી વયના 45 ટકાથી વધુ અરજી કરનારા જોવા મળ્યા છે. પ્રથમ દિવસે મોટાભાગના અરજી કરનારા એલઆઈસીના પોલિસીધારકો હતા, જેમાંના મોટાભાગના 30 વર્ષથી વધુ વયના છે.

વધુ રસપ્રદ બાબત એ છે કે એલઆઈસીના આઈપીઓને દેશભરમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો છે અને ભારતના ટોચના 5 શહેરોમાં 18 ટકાથી ઓછી અરજી થઈ નોંધાઈ છે. મહિલા રોકાણકારોનું યોગદાન એકંદર અરજીઓમાં પ્રથમ દિવસે 10 ટકા રહ્યું છે. પુરૂષ રોકાણકારોની તુલનામાં મહિલા રોકાણકારોની ટિકીટ સાઈઝ  અંશતઃ વધુ જોવા મળી છે.

પેટીએમ મનીના સીઈઓ અરૂણ શ્રીધરે જણાવ્યું હતું કે “એલઆઈસી આઈપીઓ અપેક્ષા મુજબ ભારતના મૂડી બજાર માટે સિમાચિહ્નરૂપ છે. અમને રોકાણકાર સમુદાય તરફથી અને ખાસ કરીને નવા રોકાણકારો તરફથી ખૂબ મજબૂત પ્રતિભાવ પ્રાપ્ત થયો છે. પેટીએમ મની ઉપર એલઆઈસી આઈપીઓના ત્રણ રોકાણકારોમાંથી એક પ્રથમ વખત રોકાણ કરનાર ઈન્વેસ્ટર હતા. એલઆઈસીના આઈપીઓ પૂર્વે પેટીએમ મનીએ ઉદ્યોગમાં સૌ પ્રથમ કેટલાક ફીચર્સ રજૂ કરીને હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોને યુપીઆઈ મારફતે આ પ્લેટફોર્મ દ્વારા રૂ.5 લાખ સુધીનું રોકાણ કરવાની સગવડ પૂરી પાડી છે.”

એલઆઈસીનો આઈપીઓ એ ભારતના મૂડીબજારનો સૌથી મોટો આઈપીએ છે અને વર્તમાન પ્રવાહોની તુલનામાં તેમાં ઉત્સાહ જોવા મળ્યો છે. એલઆઈસી રોકાણકારો માટે અત્યંત ઘનિષ્ટ આઈપીઓ એપ્લિકેશનનો અનુભવ પૂરો પાડવા માટે પેટીએમ મનીએ હાઈનેટવર્થ ઈન્વેસ્ટરો માટે કેટલાક આધુનિક ફીચર્સ  રજૂ કર્યા છે, જેમાં એચએનઆઈ અને પોલિસીધારકોની અરજીઓ, પ્રિ-ઓપન એપ્લિકેશન, લાઈવ આઈપીઓ સબસ્ક્રિપ્શનની સંખ્યા અને દરજ્જો ધરાવવાનો સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news