60 વર્ષીય દર્દીની બાયપાસ સર્જરી અને પછી માત્ર 1 મહિનામાં જ કેન્સરની સર્જરી કરી સર્જ્યો ચમત્કાર

આ કેસ માં મહત્ત્વ નું એ હતું કે, એ રીતે બાયપાસ સર્જરી કરવામાં આવે જેથી વહેલી રિકવરી થાય અને કેન્સરની સર્જરી કરી શકાય જેથી કેન્સર નું સ્ટેજ બદલાઈ ન જાય. આ માટે આ દર્દીમાં ડોક્ટરોએ રૂટિન બાયપાસ નું વિકલ્પ છોડીને ટોટલ આર્ટિરિયલ રિવાસ્ક્યુલરાઇઝેશન (TAR ) કર્યું.

60 વર્ષીય દર્દીની બાયપાસ સર્જરી અને પછી માત્ર 1 મહિનામાં જ કેન્સરની સર્જરી કરી સર્જ્યો ચમત્કાર

અમદાવાદ: અમદાવાદની નારાયણા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે હાલમાં 60 વર્ષીય એક દર્દીને જડબાના કેન્સરની સર્જરી માટે દાખલ કરવામાં આવ્યું અને ઓપરેશન પહેલાની તપાસમાં દર્દીને હૃદયની તકલીફ હોવાનું જાણ થઇ. એન્જીયોગ્રાફી કરતા જાણ થઇ કે આ દર્દીની હૃદયની ત્રણેય નળીઓ બ્લોક હતી. સર્જરીમાં સિનિયર કાર્ડિયાક સર્જન ડો અતુલ મસલેકર, એનેસ્થેસિયા અને ક્રિટિકલ કેરમાં ડો હેતલ શાહ અને ટીમ અને ઓન્કોલોજી ટીમમાં ડો મંથન મેરજા સંકળાયેલા હતા.

આ કેસમાં, ડોક્ટરો માટે ટેક્નિકલ સમસ્યાએ હતી કે પહેલા દર્દીનું હૃદય ફિક્સ કરવું મહત્ત્વનું હતું કેમ કે જો હૃદય સ્વસ્થ ન હોય તો શરીર કેન્સરની સર્જરી સહન કરી શકે નહિ અને ચાલુ સર્જરીમાં હાર્ટઅટેક આવવાની સંભાવના રહી શકે. બાયપાસ સર્જરીમાં સમસ્યા એ હતી કે એનું મોઢું ખુલતું ન હતું  કેમકે દર્દીને જડબાનું કેન્સર હતું.

આવી સ્થિતિમાં સ્પેશિયલ ટેક્નિક (ફાઈબર ઓપ્ટિક પધ્ધતિ)થી દર્દીને બેહોશ કરવું પડે છે જેમાં દૂરબીન થકી એક નળી દર્દીના ફેફસામાં નાંખવી પડે છે અને હૃદયની સર્જરી દરમિયાન ઘણું બધું બ્લડ પાતળું પણ કરવું પડે છે એ સમયે કેન્સર વાળી જગ્યાએથી પણ બ્લડ નીકળવાની શક્યતા રહેતી હોય છે. બીજી સમસ્યા એ હતી કે જયારે દર્દીનું બાયપાસ કરવામાં આવે તો મોટેભાગે બીજા 3-6 મહિના સુધી બીજી કોઈ સર્જરી કરવી સલાહભરી નથી કારણકે લોહી પાતળું કરવાની દવાઓ 3-6 મહિના સુધી ચાલુ રાખવી પડે અને જો આ સમયગાળામાં કેન્સરની સર્જરી ન કરવામાં આવે તો કેન્સરના ફેલાવવાની શક્યતા વધી જાય છે.

આ કેસ માં મહત્ત્વ નું એ હતું કે, એ રીતે બાયપાસ સર્જરી કરવામાં આવે જેથી વહેલી રિકવરી થાય અને કેન્સરની સર્જરી કરી શકાય જેથી કેન્સર નું સ્ટેજ બદલાઈ ન જાય. આ માટે આ દર્દીમાં ડોક્ટરોએ રૂટિન બાયપાસ નું વિકલ્પ છોડીને ટોટલ આર્ટિરિયલ રિવાસ્ક્યુલરાઇઝેશન (TAR ) કર્યું.  નોર્મલ બાયપાસ માં એક ઘમની અને 2-૩ શીરા ( પગની નળીઓ ) નો ઉપયોગ કરવામાં આવે છે.  

ટોટલ આર્ટિરિયલ રિવાસ્ક્યુલરાઇઝેશન  પધ્ધતિમાં ફક્ત ધમનીઓનો જ ઉપયોગ કરવામાં આવે છે આ નળીઓ કે તો હાથમાંથી અથવા છાતીમાંથી જ બને નળીઓ લેવામાં આવે છે. ટોટલ આર્ટિરિયલ રિવાસ્ક્યુલરાઇઝેશનનો ફાયદો એ છે કે સર્જરીના ૩-4 અઠવાડિયાની અંદર જ કેન્સરની સર્જરી કરી શકાય છે. અને આ દર્દીની  4 અઠવાડિયામાં જ કેન્સર સર્જરી કરવામાં આવી અને અત્યારે દર્દી સ્વાસ્થ્ય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news