Budget 2022: બજેટમાં મોદી સરકારે યુવાઓને આપી ભેટ, 60 લાખ નવી નોકરીની જાહેરાત


60 Lakh New Jobs: કેન્દ્ર સરકારે બજેટમાં યુવાઓને રાહત આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 60 લાખ નવી નોકરીની જાહેરાત કરી છે. તેણમે કહ્યું કે, વધારાની 30 લાખ નોકરી આપવાની ક્ષમતા છે.

Budget 2022: બજેટમાં મોદી સરકારે યુવાઓને આપી ભેટ, 60 લાખ નવી નોકરીની જાહેરાત

નવી દિલ્હીઃ Budget 2022: નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman Budget Speech) એ મંગળવારે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે રજૂ થયેલા બજેટ પર દેશભરની નજર છે. સરકારે બજેટમાં યુવાઓને મોટી રાહત આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 60 લાખ નવી નોકરીની જાહેરાત કરી છે. તેણણે કહ્યું કે, 30 લાખ વધારાની નોકરી આપવાની ક્ષમતા છે. 

નિર્મલા સીતારમણે કહ્યું કે, આત્મનિર્ભર ભારત અંતર્ગત 16 લાખ નોકરી આપવામાં આવશે. મેક ઈન ઈન્ડિયા હેઠળ 60 લાખ નોકરી આપવામાં આવશે. મહત્વનું છે કે રોજગારના મુદ્દે મોદી સરકાર વિપક્ષના નિશાને રહી છે. વિપક્ષી દળોનું કહેવું છે કે સરકાર રોજગાર આપવામાં નિષ્ફળ રહી છે. પરંતુ હવે સરકારે 60 લાખ નોકરીઓની જાહેરાત કરી વિપક્ષને જવાબ આપ્યો છે. 

દેશમાં દોડશે 400 નવી વંદે ભારત ટ્રેન
હકીકતમાં પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, આગામી ત્રણ વર્ષમાં 400 નવી વંદેભારત ટ્રેન તૈયાર કરવામાં આવશે. આ સાથે આગામી ત્રણ વર્ષમાં 100 પીએમ ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ તૈયાર કરવામાં આવશે. સાથે 8 નવાવ રોપવેનું નિર્માણ થશે. વંદે ભારત ટ્રેન દેશની પ્રથમ સ્વદેશી તકનીકથી નિર્મિત થનારી સેમી હાઈ સ્પીડ ટ્રેન છે. 

દેશમાં બનશે ડિજિટલ યુનિવર્સિટી
ડિજિટલ યુનિવર્સિટી બનાવવામાં આવશે અને શાળાઓમાં દરેક વર્ગમાં સ્માર્ટ ટીવી લગાવવાનું કામ કરવામાં આવશે. સ્કીલ ઈન્ડિયા મિશન દ્વારા યુવા શક્તિ બનાવવા માટે અને સરકારી યોજનાઓ હેઠળ કુશળ કામદારો બનાવવા માટે કામ કરવામાં આવશે.

કિસાનો માટે મોટી જાહેરાત
સરકારે MSP દ્વારા ખેડૂતોના ખાતામાં 2.37 કરોડ રૂપિયા મોકલ્યા છે. સજીવ ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવશે. સરકાર તરફથી કેમિકલ અને જંતુનાશક મુક્ત ખેતીનો ફેલાવો વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news