26 ઓક્ટોબરે ઓપન થઈ રહ્યો છે IPO,પ્રથમ દિવસે 55% ફાયદાનો સંકેત! જાણો વિગત
IPO News: પેરાગોન ફાઇન એન્ડ સ્પેસિએલટી કેમિકલ્સ (Paragon Fine And Speciality Chemicals IPO)આઈપીઓ 26 ઓક્ટોબર 2023ના ઓપન થઈ રહ્યો છે. ઈન્વેસ્ટરો માટે આ આઈપીઓ 30 ઓક્ટોબર સુધી ઓપન રહેશે.
Trending Photos
નવી દિલ્હીઃ આઈપીઓ પર દાવ લગાવનાર ઈન્વેસ્ટરો માટે આ સપ્તાહ ખુબ વ્યસ્ત રહેવાનું છે. પેરાગોન ફાઈન એન્ડ સ્પેસિએલટી કેમિકલ્સ (Paragon Fine And Speciality Chemicals IPO) આઈપીઓ 26 ઓક્ટોબર 2023ના ઓપન થઈ રહ્યો છે. ઈન્વેસ્ટરો માટે આ આઈપીઓ 30 ઓક્ટોબર 2023 સુધી ઓપન રહેશે. ગ્રે માર્કેટમાં પેરાગોન ફાઈન આઈપીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આવો ડીટેલ્સ જાણીએ.
શું છે પ્રાઇઝ બેન્ડ?
પેરાગોન ફાઈનના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 95 રૂપિયાથી 100 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપનીએ એક લોટમાં 1200 શેર રાખ્યા છે, જે કારણે ઈન્વેસ્ટરોએ ઓછામાં ઓછા 1,20,000 રૂપિયાનો દાવ લગાવવો પડશે. એક રિટેલ ઈન્વેસ્ટર માત્ર એક જ લોટ સબ્સક્રાઇબ કરી શકે છે. પેરાગોન ફાઇન આઈપીઓના શેરનું એલોટમેન્ટ 2 નવેમ્બર 2023ના થશે.
હેમ સિક્યોરિટીઝ લિમિટેડને પેરાગોન ફાઈન આઈપીઓ માટે લીડ મેનેજર અને બિગશેયર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડને રજીસ્ટ્રાર અપોઈન્ટ કરવામાં આવી છે.
શું છે જીએમપી?
ટોપ શેર બ્રોકરના રિપોર્ટ અનુસાર ગ્રે માર્કેટમાં કંપનીનો શેર આજે 55 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. જો આ ટ્રેન્ડ રહ્યો તો પેરાગોન ફાઈનના આઈપીઓનું લિસ્ટિંગ 155 રૂપિયા પર થઈ શકે છે. એટલે કે પ્રથમ દિવસે 55 ટકાનો ફાયદો થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે